________________
ચૌદ ગુણસ્થાન
૨૦૦
ક્ષપક જ્યારે એ લાભના સુક્ષ્મ અંશને પણ ક્ષય કરે છે ત્યારે દશમા ગુણુસ્થાનમાંથી સીધે। આ ખારમા ગુણસ્થાનમાં આવે છે. અને તે ક્ષીણુમેહ કહેવાય છે.
જેમ ઉપશાંતમેાહ અવસ્થા માત્ર ઉપશમકને જ આવે છે તેમ આ ક્ષીણુમેહ અવસ્થા માત્ર ક્ષેપક શ્રેણીવાળા જીવાને જ આવે છે. ઉપશાંતમે।હ અવસ્થામાંથી અવશ્ય પતન છે ત્યારે આ ક્ષીણમેહુ અવસ્થામાં પતનને અવકાશ જ નથી, તે ક્રમશઃ સિદ્ધ ગતિને જ પામે છે. આ ક્ષીણમેહ અવસ્થામાં અંતમુદ્ભુત કાળ રહીને આત્મા ઉપરના ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
આ ભવ છેલ્લા ભવ છે. આ ગુણસ્થાનકે કેાઈ જીવાત્મા કાળ કરતા નથી પણ છેલ્લે ભવ આ રીતે સળ કરે છે. જ્ઞાનાવરણીય પ, દનાવરણીયની હું અને અંતરાયની ૫ એમ ત્રણ કર્મની ૧૯ પ્રકૃતિના ક્ષય કરી તેરમા ગુણસ્થાનમાં પોંચે છે.
જેના ક્રમ મળ સમી ગયા છે અને જે સામ્ય ભાવમાં આરૂઢ થયા છે એવા ક્ષીણમેાહ યાગીના સાન્નિધ્યમાં હરિણી સિંહના બચ્ચાને પુત્ર બુદ્ધિથી સ્પર્શ કરે છે, ગાય વાઘના બચ્ચાને અને બિલાડી હસ બાળને તેમજ મયૂર સર્પને સ્નેહથી પપાળે છે. એ જ પ્રમાણે અન્ય જીવા પણ જન્મ વૈર તજી દઈને એક ખીજા સાથે સ્નેહથી વર્તે છે.
અહીં કષાયના ક્ષય થવા છતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. પરંતુ કેવળજ્ઞાન તેમના આત્માની સમક્ષ આવી ગયુ છે તે ઉપરના સ્થાનમાં જતાં જ પ્રગટ થાય છે. અહીં માહનીય કનું સંપૂ નિવારણ થઈ ગયું છે, નિર્દેહી આત્મભાવ પ્રગટ થયા છે. આ સ પ્રભાવ તેરમા ગુરુસ્થાનકમાં કેવળજ્ઞાનની પ્રાપ્તની સાથે જ પ્રગટી નીકળશે અને આત્મા જિનપદને ધારણ કરશે. અનંત કાળે અને મહાન પુરુષાર્થથી આ પદની પ્રાપ્તિ થાય છે એ ભૂલવા જેવું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com