________________
નવમું અનિયત્તિ બાદાર સં૫રાય ગુણસ્થાન
૧૮૧
આ ગુણસ્થાનના કાળના પાંચ ભાગ કરવામાં આવે છે. તે પાંચે ય ભાગમાં બંધ જુદાજુદા હોય છે.
આઠમા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં ૨૬ કર્મ પ્રવૃતિઓને બંધ હોય છે. તેમાંથી હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ ચારને બંધ વિચ્છેદ થવાથી તે બાદ જતાં બાકીની ૨૨ કર્મપ્રકૃતિઓને બંધ આ ગુણસ્થાનના પહેલા ભાગમાં હોય છે.
બીજા ભાગમાં પુરુષવેદને બંધ વિચ્છેદ થતાં ૨૧ પ્રકૃતિને બંધ છે. ત્રીજા ભાગમાં સંજ્વલન ક્રોધ જતાં ૨૦ પ્રકૃતિઓને બંધ, ચોથા ભાગમાં સંજ્વલનમાન જતાં ૧૯ પ્રકૃતિને બંધ અને પાંચમે ભાગે સંજ્વલન માયા જતાં ૧૮ પ્રકૃતિએને બંધ હોય છે.
આ નવમા અનિવૃત્તિ બાદરસં૫રાય ગુણસ્થાનમાં ઉદય પણ પાંચ પ્રકારે છે. ઉપરની પેઠે ઉદયકાળના પણ પાંચ ભાગ પાડવા. તેમાં નીચે પ્રમાણે જુદાજુદા ઉદય છે.
પહેલા ભાગમાં ૬૬ કર્મપ્રકૃતિઓને ઉદય છે તે આ પ્રમાણે આઠમા ગુણસ્થાનમાં ૭૨ કેમપ્રકૃતિએનો ઉદય છે. તેમાંથી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ છ પ્રકૃતિઓને વિચ્છેદ થતાં બાકીની ૬૬ કર્મપ્રકૃતિઓને ઉદય છે.
બીજા ભાગમાં ૬૪ પ્રકૃતિને ઉદય છે. શ્રેણીગત આત્માને જે વેદને ઉદય હોય તે સિવાયના બાકીના બે વેદને ઉદય નથી. એટલે ઉપરની ૬૬ પ્રકૃતિમાંથી આ બે પ્રકૃતિ બાદ જતાં બાકીની ૧૪ પ્રકૃતિઓને ઉદય છે.
ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધ જતાં બાકી ૬૩ પ્રકૃતિઓને ઉદય રહે છે. ચોથા ભાગમાં સંજવલન માન જતાં બાકી ૬૨ પ્રકૃતિને ઉદય રહે છે. અને પાંચમા ભાગમાં સંજવલન માયા જતાં બાકી ૬૨ પ્રકૃતિએને ઉદય રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com