________________
૧૮૦
ચૌદ ગુણસ્થાન ખાવા બેસે છે ત્યારે તેને પિતાના વેગથી હરાવી દીએ છે. આવી હાર એ મેહના ઉપશમક ને અગીઆરમાં ગુણસ્થાને મળે છે.
ક્ષપક શ્રેણીવાળા છ મોહને દબાવતા નથી પણ તેને નિમૂળ કરતા જાય છે. તેથી આ શ્રેણીના જીવોને પતનને અવકાશ નથી. તેઓ મોહને સંપૂર્ણ નાશ જ્યાં કરે છે તે બારમું ગુયુસ્થાન છે. ઉપક્ષમ શ્રેણી વાળા કરતાં આ છમાં આત્મશુદ્ધિ વિશેષ છે તેને કારણે તેઓ ઉપશમ નહિ પણ ક્ષય કરે છે.
શ્રુતજ્ઞાનવાળો, નિરતિચાર ચારિત્રવાળો અને વજ ઋષભ નારાચ, ઋષનારાજ તથા નારાચ એ ત્રણમાંના કોઈપણ એક સંઘયણવાળા મુનિ ઉપશમ શ્રેણી અંગીકાર કરે છે. તે મુનિ શુકલધ્યાનના પહેલા પાયાનું ધ્યાન કરતો ઉપશમ શ્રેણી અંગીકાર કરે છે.
ઉપશમ શ્રેણીએ ચડેલ અલ્પ આયુષ્ય વાળો મુનિ જે કાળ કરે તે અનુત્તર વિમાનમાંજ અહમિંદ્ર થાય છે. પણ તે વજ ઋષભ નારાચ સંધયણવાળો હોય તો જ અનુત્તર વિમાનમાં જાય છે. બીજા સંધયણ વાળા અનુત્તર વિમાનમાં જઈ શકતા નથી. અને ઉપશમ શ્રેણીવાળાનું આયુષ્ય દીર્ઘ હોય તે ઉપશમ મેહ ગુણસ્થાન સુધી જઈમોહનીય કર્મને ઉપશાંત કરે છે.
ઉપશમ શ્રેણી પ્રારંભીને અગીઆરના ગુણસ્થાનના અંત સુધી ન પહોંચતાં વચ્ચેથી જ પાછા વળી જાય તે તે ખંડ શ્રેિણું કહેવાય છે. અને અગીઆરમાં ગુણસ્થાનના અંત સુધી પહોંચે તે અખંડ શ્રેણી કહેવાય છે.
બીજી જાણવા જેવી હકીકતે
આ નવમા અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનમાં બંધની પાંચ રિથતિ છે તે નીચે પ્રમાણે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com