________________
નવમું અનિવૃત્તિ બાદર સં પરાય
ગુણસ્થાન
અનિવૃત્તિના બે અર્થ થાય છે–(૧) નિવૃત્ત નહિ અને (૨) ભેદ અથવા ફેરફાર નહિ.
બાદર–બાદરને અર્થ અહીં સંજવલન બાદર કષાય લેવાને છે. કારણ કે આઠમા ગુણસ્થાનમાં પહેલા ત્રણ કલા એટલે કે બાદર કષાયોને ક્ષય અથવા ઉપશમ કરીને નિવૃત્ત થયેલા છે.
સંપરાય એટલે કષાય અથવા તેને ઉદય. એટલે અનિવૃત્તિ બાદર સંપાયને અર્થ એમ થાય છે કે –
આ ગુણસ્થાનકના વિષે એક સાથે પ્રાપ્ત થયેલા જીના અધ્યવસાયોમાં પરસ્પર નિવૃત્તિ-ભેદ ન હોય તે અનિવૃત્તિ તેમ જ દશમાં ગુણસ્થાનકને વિષે કિટ્ટીરૂપે કરાયેલા સૂક્ષ્મ લેભરૂપ કષાયની અપેક્ષાએ અહીં બાદર સ્થળે સંપાય કષાયને ઉદય હેય છે. એટલે કે તે બાદર સ્થૂળ કષાયથી નિવૃત્ત થયા નથી તે અનિવૃત્તિ બાદર સંપરાય. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com