________________
આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન
૧૫
આ ગુણસ્થાનમાં ઉપશમક જીવ સાતમા ગુણસ્થાનથી ઉપર ચડીને આવે છે અથવા નવમા ગુણસ્થાનેથી પડીને આવે છે. એ જ રીતે આ આઠમા ગુણસ્થાનેથી ઉપશમક જીવ પડીને સાતમાં ગુણસ્થાનમાં જાય છે અને ચડે તે નવમા જાય છે. પરંતુ આ ગુણસ્થાન પછી મરણ થઈ જાય તો ચોથા ગુણસ્થાને જાય અને દેવગતિમાં ઉત્પન્ન થાય.
આ ગુણસ્થાનમાં ક્ષપકનું મરણ થતું નથી તેમ તે નીચે પડતો નથી. પણ વિશદ્ધિમાં વધતા વધતે ઉપરના ગુણસ્થાનમાં પહોંચે છે. એમ ગુણસ્થાનમાં ચડતો અને વિશુદ્ધિ પામતે પામતે પહેલાં ચારિત્ર મોહનો ક્ષય કરે છે, પછી ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવળદર્શન પામી તેરમા ગુણસ્થાને જાય છે.
અપૂર્વકરણના પહેલા સમયથી લઈને જ્યાં સુધી નિદ્રા અને પ્રચલા એ બે પ્રકૃતિઓને બંધ પડે નહિ ત્યાંસુધી આ ગુણસ્થાન વર્તી સંયતનું મરણ થતું નથી.
આ ગુણસ્થાનમાં બંધ ૫૮,૫૬, ૨૬ પ્રકૃતિને હેય છે તે આ પ્રમાણે– સાતમા ગુણસ્થાનમાં ૫૮ પ્રકૃતિઓને બંધ છે તેમાંથી દેવાયુ વિચ્છેદ જતાં ૫૮ કર્મ પ્રકૃતિઓને બંધ છે. અપૂર્વકરણના કાળના ૭ સાત ભાગ પાડવામાં આવે છે. તેના પહેલા ભાગમાં ૫૮ પ્રકૃતિઓને બંધ હોય છે. બીજાથી છઠા ભાગ સુધીમાં ૫૬ પ્રકૃતિઓને બંધ હોય છે કારણ કે તેમાં નિદ્રા અને પ્રચલા એ પ્રકૃતિઓને બંધ નથી હોતે.
અને સાતમા ભાગમાં ૨૬ પ્રકૃતિઓને બંધ હોય છે કારણકે તેમાં નીચેની ૩૦ પ્રકૃતિએનો બંધ નથી હોતો. પચેંદ્રિયજાતિ આહારકરીર
દેવનત્યાનુપૂર્વી વૈકિયશરીર
આહારક અંગે પાંગ પ્રશસ્તવિહાગતિ વૈયિઅંગે પાંગ સમચતુરન્સ સંસ્થાન અગુરુલઘુ તૈસ શરીર વર્ણ સ્પર્શ શુભ ઉપઘાત પર્યાપ્ત આદેય કામણ શરીર ગંધ ત્રસ સુબ્રમ પરાઘાત પ્રત્યેક તીર્થકર દેવગતિ રસ બાદર સુસ્વર ઉછવાસ સ્થિર નિમણ
શરીe
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com