________________
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન
જ્યારે અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશ્ચમ થાય છે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. દેશવિરતિના સ્વરૂપ વિશેષને દેશિવરતિ ગુણસ્થાન કહે છે.
સમ્યજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા વૈરાગ્યની વૃદ્ધિથી સમ્યગ્દષ્ટિ જીવ સર્વ વિરતિની ઇચ્છા કરે છે. પરંતુ સત્ર વિરતિના ધાત કરનારા પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદ્દયથી સર્વ વિરતિ અંગીકાર કરવાનું સામર્થ્ય' ઉત્પન્ન થતું નથી. તેથી તે હિ ંસાદિ પાપજનક ક્રિયાઓના સર્વથા ત્યાગ ન કરી શકે પણુ અંશતઃ ત્યાગ કરે તે દેશવિરતિ કહેવાય છે. દેશવિરતિને સંયમાર યમ પણ કહેવાય છે. કારણકે પ્રત્યાખ્યાન છે તેટલા સયમ છે અને પ્રત્યાખ્યાન મર્યાદિત હોવાથી અસંયમ પણ છે.
સમ્યગ્દષ્ટિપૂર્વક ગૃહસ્થ ધર્મના તેનું રીતસર પાલન કરવું એ • દેશવિરતિ છે. સર્વથા નહિ પણ દેશ્ચત:, અંશતઃ ચોક્કસપણે પાપયેગથી વિરત થવું એ દેશિવરતિ શબ્દના અથ છે. દેશવિરતિ એટલે મર્યાદિત વિરતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com