________________
થે અવિરત સમ્યગષ્ટિ ગુણસ્થાન
૧૩૧ શુદ્ધિથી જ શોભે છે. સમ્યકત્વથી આત્મશુદ્ધિ કર્યા વિના એક પણ ધર્મકૃત્ય શોભતું નથી. તેથી ભવ્ય આત્માઓ સમ્યકત્વ વડે જ પિતાના આત્માની શુદ્ધિ કરવાના પ્રયત્ન કરતા રહે છે.
ભવ્ય જીવાત્માને જ સમક્તિ પ્રાપ્ત થાય છે. સમકતી પોતાના વિશુધ્ધ જીવનથી પરમાત્મા બની શકે છે.
સમ્યકત્વ એ અમૂલ્ય નિજવૈભવ છે. તેની ધારણું એ જીવના કલ્યાણનું મંગળાચરણ છે. અનેક પ્રયત્નથી તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. તેની પ્રાપ્તિ માટે પહેલે પુરુષાર્થ તે તત્ત્વનો અભ્યાસ છે. જ્યાભ્યાસથી સ્વ અને પરનું ભેદવિજ્ઞાન થાય છે. ત્યારપછી પરથી નિવૃત્તિ અને સ્વમાં રુચિ થશે. પછી સઘળા અધુવ, અનિત્ય ભાવોને છેડીને ધ્રુવ શાશ્વત નિજ અભેદ ચૈતન્ય સ્વભાવમાં રતિ-પ્રીતિ થશે. એ પ્રમાણેના પ્રયોગથી ઉત્પન્ન થયેલ આત્માની સહજ અનાકુળતાનો અનુભવ થશે. તેથી પરમશાંતિ પ્રાપ્ત થશે.
સમ્યગદર્શન વસ્તુતાએ આત્માને એક ગુણ છે. એ આત્મામાં સદાકાળ રહે છે. આત્મજ્ઞાનને મુખ્ય હેતુ સમ્યગદર્શન જ છે. સમ્યગદર્શન વિના જ્ઞાન કુલ્તાન છે, ચારિત્ર કુચારિત્ર છે. સમ્યગદર્શન વિના સર્વ સાધન મિથ્યા છે. જેમ મૂળ વિના વૃક્ષ હેતું નથી, પાયા વિના મકાન બનતું નથી, આંકડા વિનાના મીંડાની કોઈ કિંમત હોતી નથી, તેમ સમ્યકત્વ વિના કેઈ પણ ધર્મ ક્રિયાને યથાર્થ કરી શકાતી નથી.
જન્મથી જે અંધ હોય તે એકાએક દેખતે થઈ જાય, આ સમગ્ર વિશ્વ વિલેકવાની તેને સુંદર તક મળી જાય તે તેને કેટલે આનંદ થાય?
એવી રીતે અનાદિકાળના મિથ્યાત્વ રૂ૫ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગ્દર્શન રૂ૫ વિવેક નેત્ર મળે ત્યારે તેના આનંદમાં કાંઈ મણું રહે ખરી?
કોઈ દુઃસાધ્ય રોગથી પીડાતા રોગીને રામબાણ ઔષધ પ્રાપ્ત થાય તે તેને જે આનંદ થાય? તેમ મિથાવ રૂ૫ દુકસાધ્ય રોગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com