________________
ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન
૧૨૭ સમ્યગદષ્ટ જીવ દેવ, ગુરુ અને સઘની ભાંતિ કરે છે, વાત્સલ્ય ભાવ રાખે છે અને શાસનની ઉન્નતિ, પ્રભાવના થાય તેવા કાર્યો કરે છે.
મિથાદષ્ટિ કોઈનું ભલું કરતે હેય તે પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાના હિસાબે કરતે હેય છે. ત્યારે સમ્યગ્રષ્ટિ એ ઉપરાંત સ્વાર્પણભાવવાળું સવિક તેજ પણ ધરાવતો હોય છે. એનામાં અનુકંપા અને બંધુભાવની વ્યાપક વૃત્તિ હોય છે.
અવિરતિ સમ્યગદૃષ્ટિનું સ્વરૂપ અવિરતિ સમષ્ટિ જીવ પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટની કલપના કરતું નથી. પરંતુ પોતાના રાગ આદિ ભાવને જ તે દુઃખના હેતુ માને છે અને ફક્ત વીતરાગ ભાવને જ સુખનું કારણ માને છે.
અંતરમાં અનંતાનુબંધી કષાયના અભાવરૂપ સ્વરૂપચરણું ચારિત્ર પ્રગટ થવા છતાં બાહ્યમાં રાગાદિ છેડી શકતા નથી. ત્રસ તથા સ્થાવર જીવને મારવાના ભાવોનો ત્યાગ કરી શકતા નથી.
સમદષ્ટિ આત્મા બાહ્યમાં મનુષ્ય પર્યાયમાં માંસ, મદિરા, મધ, પાંચ ઉદુબર ફળના સેવનનો ત્યાગ કરે છે તે પણ તેના અતિચાર તેનાથી સેવાઈ જાય છે.
કઈ કઈવાર વગર ગાળેલું પણ તે પી લીએ છે કારણ કે હજુ એ જાતને રાગ તેને છૂટ નથી.
સાત વ્યસનનો તે સંપૂર્ણપણે ત્યાગ કરી શકતો નથી.
પ્રસંગ આવી પડતાં તે જુગાર ખેલે છે. જેમકે યુધિરિ મહારાજ સમ્યગદષ્ટિ તથા ચરમ શરીરી હતા છતાં જુગાર રમ્યા હતા. એ પ્રમાણે સમ્યગદષ્ટિને વ્યવહારનો રાગ હેય છે.
કઈ વાર તેને અમર્યાદિત ખાદ્ય પદાર્થ ખાવાને ભાવ થઈ જાય છે. બજારની મીઠાઈ, વિદેશી દવાના સેવનને રાગ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com