________________
રૂપાનું અને સેનાનું પ્રમાણ વૃદ્ધિ પામે ત્યારે સ્ત્રી વિ. ગેરેને આપીને પ્રમાણ ઘટાડવું તે સુવર્ણ પ્રમાણાતિ કમ,
૪ કુષ્ય એટલે અન્ય સર્વ ધાતુના વાસણુનું પ્રમાણ વૃદ્ધિ પામે તે નાના વાસણે ભાંગીને બોટા વાસણ કરાવવા તે કય પ્રમાંણાતિકમ અતિચાર,
પ દ્વિપદ તે દાસ દાસી અને ચતુષ્યપદ તે ગાય, ભેંશ અળદ, ઘેડા વિગેરે, તેનું પ્રમાણ કરતાં વૃદ્ધિ થયે અપત્યાદિક ન ગણવા તે દ્વિપદ ચતુષ્યપદ પ્રમાણુતિકમ અતિચાર,
આ પ્રમાણેના અતિચાર રહિત આ પાંચમું વ્રત પાળવા ન પાળવા ઉપર ક્ષેમાદિત્ય અને ધરણનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે—મહારાષ્ટ્ર દેશમાં અરિષ્ટપુરપત્તન નામનું નગર છે. ત્યાં વિલેાચન નામે પૃથ્વીમાં પ્રખ્યાત રાજા હતો, તે રાજાને ક્ષેમાદિત્ય નામે પ્રધાન હતો. તે પ્રધાનને વસુંધરા નામે સ્ત્રી અને ધરણ નામે પુત્ર હતો, એકદા ક્ષેમાદિત્ય ઘરમાં હતા અને ધરણ ઘરના આંગણામાં ઉભે હતેતેવામાં ભીમાર્ષિ (દીક્ષા લીધેલા પાંડુપુત્ર ભીમ) ને જોઈને આશ્ચર્ય પામી નમસ્કાર કરી તેણે પૂછ્યું- હે પ્રભુ ! તમે શા નિમિત્તે ચારિત્ર ગ્રહણ કર્યું ?” ભીમાર્ષિએ કહ્યું-એને ઉત્તર મારા ધર્માચાર્ય ઉદ્યાનમાં રહેલા છે તે કહેશે. આ પ્રમાણે કહી ભાત પાણી લઈને ભીમાર્ષિ તેના ઘરમાંથી નીકળ્યા, ક્ષેમાદિત્ય પણ તરતજ ઉદ્યાનમાં ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com