________________
વૃદ્ધિના અટકાવ માટે આ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.
આ વ્રતમાં ધારેલા પ્રમાણથી જ્યારે કેઇપણ પ્રકાર રને પરિગ્રહ વૃદ્ધિ પામે છે, ત્યારે હીનસત્વ પ્રાણી એ વ્રતમાં અતિચાર લગાડે છે. તે અતિચાર મુખ્ય પાંચ પ્રકારના છે,
૧ ધન ધાન્ય પ્રમાણતિકમ ધનના ચાર પ્રકાર છે 9 ગણિમ તે ગણુને વેચાય તેવા સોપારી શ્રીફલ્મદિ. ૨ ધારિમ તે તળીને વેચાય તેવા વિગેરે, ૩ મેયં તે માપીને વેચાય તેવા વૃતાદિ, ૪ પરિછેદ્ય તે છેદીને વેચાય તેવાં વસ માણિયાદિ; તેથા ધાન્યશાળી વિગેરે જેવીશ પ્રકારના એ બંનેનાં કરેલા પ્રમાણુનું અતિક્રમ (ઉલ્લંધન) કરવું તે પ્રથમ અતિચાર તેમાં ધન ધાન્યાદિકના પ્રમાણુ કરનારને પ્રમાણ પ્રમાણે સંપૂર્ણ થઈ ગયા પછી કે દેવાદાર પાસેથી અધિક પ્રાપ્ત થાય ત્યારે પ્રથમનું વેચાયા વિના બીજું લેવાથી અથવા બ્લત કરી રાખવાથી કે મૂડા વિગેરે નાના મોટા બાંધવાથી ધન ધાન્યાતિકમ નામનો પ્રથમ અતિચાર લાગે છે, - ૨ ક્ષેત્રના સેતુ અને કેતુ એવા બે ભેદ છે. એક વર્ષ દિના પાણુથી પાકનારૂં અને બીજું કુવાના પાણીથી પાકનારં; તેમજ કેટલાક ઉભાયામક ક્ષેત્ર હોય છે, તેનું પ્રમાણ વધી જવાને લીધે વચમાંની વાડ વિગેરે કાઢીને બેનું એક કરવાથી જે દોષ લાગે છે તે ક્ષેત્ર પ્રમાણતિકમ અતિચાર. (વસ્તુના પ્રમાણનું અતિકમ પણ આ અતિચારમાંજ સમાય છે),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com