________________
(૪૩) પરિગ્રહપ્રમાણના વૃત ઉપર ક્ષેમાદિત્ય
તથા ધરણની કથા,
પાંચમું અણુવ્રત શ્રાવકે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સતિષને શાસકારે સુરત (કલ્પવૃક્ષ)ની ઉપમા આપી છે. તેનું મૂળ આ વ્રત છે. આ પ્રાણીના પારાવાર લોભની શાંતિને પ્રબળ ઉપાય આ વ્રત ગ્રહણ કરવું તે છે, તેના મુખ્ય બે પ્રકાર છે. એક તો પોતાની પાસે ધનધાન્યાદિ એટલે પરિગ્રહ હોય તેટલાથી જ સંતોષ માની તે ઉપરાંતને ત્યાગ કરો અને બીજી રીતે ઇચ્છાને કેચ કરીને અમુક પ્રમાણ બાંધીને તે ઉપરાંતને ત્યાગ કરવો. જેઓ સામાન્ય રીતે આજીવિકા ચલાવી શકે તેટલી સંપતિ વાળા હોય છે અને તેમને જે સંતોષ વૃત્તિ થાય છે તો તેઓ જેટલું પિતાની પાસે હોય છે તેટલાથી જ સંતોષ માની વિશેષને ત્યાગ કરે છે; પણ જેમને પિતાની પાસે હોય લિટલાથી સંતોષ તો નથી તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રમાણ બાંધે છે; પરંતુ તદન છુટા રહેવું તે કરતાં એ પ્રમાણે પણ નિયમ કરે તે બહુ શ્રેષ્ઠ છે, કારણ કે પ્રથમ સામાન્ય અવસ્થામાં તે વિશેષ લાભ લેતા નથી, પરંતુ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લાભ વધતો જાય છે; એ વાત પ્રત્યક્ષ અનુભવમાં આવે એવી છે, માટે લાભની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com