________________
ત્ય પંચાચારમાં રક્ત એવા પાંચ પાંડવોને જોઈને તેણે નમસ્કાર કર્યો. પછી વિનય પૂર્વક અંજળી જેડીને યુધિઝિર મુનિને પૂછયું-“તમે તેવા પ્રકારની સંપત્તિ શા હેતુઓ તજી દીધી? ” યુધિષ્ઠિર બેલ્યા-પાયન ગષિએ દ્વારાવતી નગરી બાળી દીધી. તેમાંથી માત્ર કૃષ્ણ ને બળભદ્ર બેજ નીકળ્યા. તેઓ પાંડુ મથુરા તરફ આવતા હતા, તેવામાં જરા કુમારના બાણથી અરયમાં કૃષ્ણ મરણ પામ્યા અને બળભદ્દે વ્રત ગ્રહણ કર્યું. આ પ્રમાણે યાદવ કુળના દિવસની સમાચાર સાંભળીને અમે વિજળીના ઝબકારા જેવી ક્ષણ ભંગુર લક્ષ્મી જાણી. તેથી તેના ઉપર ધિક્કાર આવ્યો, એટલે સંસારપરના વૈરાગ્યથી અમે પ્રવ્રજ્યા અંગીકાર કરી. હે ક્ષેમાદિત્ય ! તું પણ હવે અતિશય દ્રવ્ય મેળવવાના વિચારથી વિરામ પામ વૃથા પ્રયાસ કરે તજી દે.”
માદિત્યે આ પ્રમાણેની હકીકત સાંભળી ગુરૂને નમીને વિજ્ઞપ્તિ કરી-હે સ્વામી! મને હમણાજ પરિગ્રહના પ્રમાણરૂપ પાંચમું અણુવ્રત ઉચ્ચર. ગુરૂએ કહ્યું-“હે ક્ષેમાદિત્ય: પ્રથમ તું તેનું સ્વરૂપ સાંભળી
ધન ધન્યાદિ પરિગ્રહના નવ પ્રકાર છે. તેનું ઈચ્છા પ્રમાણે પ્રમાણ કરવું અને હીવિધ વિવિધે તેનું પ્રત્યાખ્યાન રહણ કરવું તે રાતનું કળ દેવતા સંબંધી અને મનુષ્ય સંબંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com