________________
એકદા તેની સભામાં ચાર વર્ણનું વર્ણન ચાલતાં એમ કહ્યું કે ક્ષત્રીઓ સર્વ વર્ણનું રક્ષણ કરનાર હોવાથી વર્ણમાં શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સાંભળવાથી તેને જાતિભેદ ઉત્પન્ન થયો, તેથી નીચ ગોત્ર કર્મ બાંધી મૃત્યુ પામીને નિરતિચાર ત્રતારાધનથી તે પ્રથમ દેવલેકમાં દેવતા થયે,
ત્યાંથી આવીને પૂર્વે કરેલા જાતિમદથી બ્રાહ્મણ કુળમાં તમારે ત્યાં પુત્ર ઉપન્ન થયો છે. તેણે પૂર્વ એવે સમ્યક પ્રકારે ચે અણુવ્રત પાળેલું હોવાથી તે સૌભાગ્યવાન અને રૂપવંત હોવા છતાં પોતાના શીળમાં ખલિત થશે નહીં. આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને સાંભળીને સુરપ્રિયને તત્કાળ જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તે કહેવા લાગ્ય-“હે પિતા! મને આ મુનિ પાસે દીક્ષા લેવાની આજ્ઞા આપે. યજ્ઞપ્રિયે કહ્યું- હે પુત્ર ! એગ્ય અવસરે શ્રી પ્રભાસ ગણધરની પાસે જઈને આપણે દીક્ષા ગ્રહણ કરશું. પિતાનાં આ પ્રમાણેનાં વચનથી યતિધર્મ પ્રિય છતાં પણ સુરપ્રિયે ધર્મરૂચિ મુનિની પાસે ગૃહીધર્મ અંગીકાર કર્યો; અને સુરપ્રિય શુદ્ધ બુદ્ધિથી ગ્રહીધર્મ પાળવા લાગ્યો. : એકદા તે ઉદ્યાનમાં જઇને કેઈ મંડપની નીચે સુતા હતા, તેવામાં કેઇક સુરૂપ વ્યંતરી ત્યાં આવી. તે સુરપ્રિયનું રૂપ જોઈને મેહ પામી, તેથી તે સુરપ્રિયની નું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com