________________
(૩૪)
થયો; તેણે રાજા પાસે લાવીને અલંકારે અર્પણ કર્યા અને પોતાના પુત્રનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા તથા પુરલોક તે બીના સાંભળી બહુ આનંદ પામ્યા. રાજાએ પરશુરામને ઘણું સત્કાર કર્યો અને તેના નિલભીપણુથી તેના ઉપર પ્રસન્ન થયો.
ત્યાર પછી પરદ્રવ્યાપહારના ત્યાગરૂપ ત્રીજા વ્રતને ચિરકાળ પર્યત નિરતિચાર પાળીને પરશુરામ પ્રાંતે સ્વદિ સુખનો ભાજન થયો.
આ પ્રમાણે છે ભવ્ય લક! અદત્ત ગ્રહણ કરનારને આ લેકમાં દુ:ખ, દારિદ્ર અને દર્ભગ્યતા અને પરલોકમાં નરક તિર્યંચાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે; અને અદત્તને ત્યાગ કરનાર પ્રાણુને આ ભવમાં સુખ, સમૃદ્ધિ અને યશ તથા પરભવમાં સ્વર્ગ મેક્ષાદિ મુખ પ્રાપ્ત થાય છે; માટે ઉત્તમ પ્રાણુએ કદાપિ પણ લોભને વશ થઇને અદત્ત વસ્તુ પ્રાણાતે પણ ગ્રહણ કરવી નહીં. જ
ચોથા વૃત ઉપર સુરપ્રિયની કથા.
શ્રાવકનું ચોથું અણુવ્રત સ્વદારા સંતેષ-પરસી ગમન વિરમણ નામનું છે, પોતાની પરણેલી સ્ત્રી શિવાય બીજી અન્ય પુરૂષની પરણેલી કે સંગ્રહેલી ( રાખેલી ) સીના ત્યાગરૂપ એ વ્રત છે, એમાં દેવતાની, મનુષ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com