________________
(૩૩)
તે પહોંચાડી ગયો, સત્યતા અને નવકાર મંત્રના પ્રભાવે, ચી તે જ્ય મેળવીને તળાવ બહાર આવ્યું. આ પ્રમાણે દિવ્ય કયા છતાં પણ રાજાએ લુબ્ધ થઈને તેને અલંકાર ન આપ્યાં; એટલે સર્વ શ્રેષ્ઠીએાએ ભેગા થઈને તેનું સર્વ વૃત્તાંત રાજાને કહી બતાવ્યું. રાજાએ કહ્યું- જે એમ છે તો હું તેની પરીક્ષા કરીને પછી તેને અલંકારે આપીશ. આ પ્રમાણે રાજાનું કહેવું સાંભળીને મંત્રીપુત્ર અને જયદેવ વિગેરે સ્વસ્થાનકે ગયા,
એકદા રાજાએ પરશુરામના બહિર્ભમિ જવાના માર્ગ પિતાની વીંટી વિગેરે અલંકારે નાખ્યાં અને તે કઈ લે છે કે નહીં તેની તપાસ રાખવા માટે પ્રચ્છન્નપણે ચર પુરૂષ રાખ્યા. મંત્રીપુત્ર તે તરફ નીકળ્યો. તેણે મુદ્રાદિક અલંકારે દીઠાં, પરંતુ પોતાને અદત્ત ગ્રહણને નિયમ હોવાથી નિસ્પૃહપણે ત્યાંથી ચાલ્યો ગયે, ચર પુરૂએ તે વાત રાજાને જઈને કહી એટલે તે બહુજ રંજિત થયો. તરતજ સભા સરસ પરશુરામને બોલાવી તેને સારી રીતે સરકાર કરી તેના અલંકાર અર્પણ કર્યા. લોકેએ પણ તેની બહુજ પ્રશંસા કરીપછી જયદેવ રાજા પાસેથી રજા લઈ અલંકાર સહિત પરશુરામ પોતાને નગરે આવ્યું. - પરશુરામે પોતાના પિતાને તે અલંકારો આપ્યાં અને તે સંબંધી તથા કાળિકાસુત સંબંધી સર્વે હકીકત સવિસ્તર નિવેદન કરી. તે સાંભળી અર્જુન મંત્રી બહુજ ખુશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com