________________
(૧૧)
પ્રથમ વ્રત ઉપર યજ્ઞદેવની કથા
શ્રાવકને પહેલું વ્રત સ્થલ હિંસાના ત્યાગ રૂપ છે. એઇડી વિગેરે બાદર જીવોની અપ્રશસ્ત એવા ક્રોધાદિકના ઉદયથી પ્રમાદના પ્રસંગવડે જે હિંસા કરવી, તેમને દેહથી જુદા કરી નાંખવા, તેનું નામ સ્થલહિંસા, તેને જે ત્યાગ તે પ્રથમ વત. એ વ્રતના પાંચ અતિચાર છે,
૧ દ્વિપદાદિકને નિર્દયપણે તાડન કરવું તે, ૨ દોરડા વિગેરેથી બાંધવા તે, ૩ કાન વિગેરે દવા તે, ૪ શક્તિ ઉપરાંત ભાર આરે પણ કરવો તે, ૫ અન્નપાણીને રે કરવો તે, આ પાંચ અતિચાર કોધાદિક વડે થયેલા સમજવા. અહીં કોઈ પ્રશ્ન કરે કે તેમણે વધાદિકને ત્યાગ કરેલ ન હેવાથી–માત્ર પ્રાણનું વ્યપરપણુજ તજેલું હોવાથી તેમનું વ્રત મલીન થતું નથી તે તેમને આ અતિચાર કેમ લાગે? કેમકે અંગીકાર કરેલું વ્રત તો અખંડિત છે, તેથી આ અતિચારની અનુપત્તિ છે. તેનો ઉત્તર મુખ્ય વૃત્તિએ તો પ્રાણુના અતિપાતને જ ત્યાગ કરે છે, પરંતુ પરમાર્થથી વધ બંધાદિકને પણ ત્યાગ કરે છે એમ રામજવું, કેમકે તે પ્રાણાતિપાતના હેતુભૂત છે.
વળી પ્રશ્ન ઉઠે છે કે જે પરમાર્થ વધ બંધનાદિકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com