________________
(૧૧૮) કહ્યું-“આ મારી કમલાવતી નામની પુરૂષષિણી પુત્રી છે. તેને માટે મેં કુલ દેવતાની આરાધના કરી એટલે તેણે પ્રગટ થઈને કહ્યું- “ શકાવતાર ચિત્યમાંથી જિનેશ્વરની
સ્તુતિ કરીને જે રાજપુત્ર આજે સવારે નીકળશે તે તારી પુત્રીને ભર થશે. ' એમ કહીને દેવી અદશ્ય થઈ. હે કુમાર ! મારી પુત્રીની બીજી ચાર સખીઓ છે, તેઓ દેવાગન જેવી રૂપવાન છે; તેમાં એક મિથિલા નગરીના રાજાની પુત્રી જયસુંદરી નામે છે, બીજી વંગાધિપતિની પુત્રી લીલાવતી નામે છે. ત્રીજી કલિંગ દેશના રાજાની પુત્રી વસંતસેના નામે છે અને ચોથી ફરરાજની પુત્રી અનંગલેખા નામે છે. તે ચારે કન્યાઓએ પણ કમળાવતી જેને વરે તેને જ વરવાનું અંગીકાર કરેલું છે, માટે તે પાંચે કન્યાઓનું તમે પાણિગ્રહણ કરે. ”
કુમારે તે વાતની હા કહી, એટલે સિવિષ્ણુ રાજાએ બીજા રાજાઓની સાથે રહીને મોટા મહોત્સવ પૂર્વક પાંચે કન્યાએ નરદેવ કુમારને પરણાવી, અને હસ્તીએ, અ વિગેરે પુષ્કળ દાયજો આપવા વડે તેને સત્કાર કર્યો કુમાર પણ કેટલોક કાળ ત્યાં રા. પછી પોતાના પિતાના તેડાવવાથી તે પોતાને નગરે આવ્યો. અંત:પુર પરિવાર સહિત તેણે માતા પિતાને ધણા હર્ષથી પ્રણામ કર્યો. પછી તેને સર્વ ચરિત્ર સાંભળીને રંજીત થઈ તેના પિતાએ તેને કહ્યું- ગમે તેટલું પુષ્કળ દ્રવ્ય દાનમાં આપતાં છતાં પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com