________________
(૧૯) ખુટતું નથી, કેમકે આખા ગામના લોકો પાણી ભરે છે છતાં પણ કુવાનું પાણી કાંઈ ખુટી જતું નથી. વળી આ નરદેવનો પુણ્યોદય કાંઈક અદૂભુત જણાય છે કે જેના વડે આટલી બધી લક્ષ્મી અને નિધાનને તેને અકસ્માત લાભ થ. પણ એમ જણાય છે કે લક્ષ્મી પુણ્યાનુસારિણુજ છે. તેથી કૃપણુપણું તે સર્વથા વૃથાજ છે, માટે શ્રેયાથીઓએ લક્ષ્મી છતાં તેનું દાન આપવું તેજ કર્તવ્ય છે.”
રાજા આ પ્રમાણે વાત કરે છે તેવામાં ઉદ્યાનપાલકે માવીને વિજ્ઞપ્તિ કરી-“હે સ્વામી! આપણા નગરની બહા૨ ઉદ્યાનમાં જયઘોષ નામના ત્રણ જ્ઞાનધારક આચાર્ય ભગવાન સમસયો છે.” રાજા આવી વધામણું સાંભળી, તેને ઉત્કૃષ્ટ દાન આપી પુત્ર સહિત ઉદ્યાનમાં ગયા અને આચાર્યને વંદના કરીને તેમની સમીપે બેઠા. એવામાં સ્વાતિદત્ત નામે શ્રેષ્ઠીપુત્ર સહિત ત્યાં આવ્યો અને ગુરૂ મહારાજને નમીને તેણે આ પ્રમાણે પૂછયું, “હે સ્વામી! આ મારે પુત્ર મારા ઘરમાં પુષ્કળ સંપત્તિ છતાં પણ તેનો ઉપભોગ કરી શકતો નથી. જે તે સારાં વચ્ચે પહેરે છે તે માત્ર ભંગ થાય છે, એકવાર પણ જે સારું
જન જમે છે તો તેને બહુ વાર સુધી બાધા પીડા કરે છે, માથા ઉપર જે પુષ્પમાળ બાંધે છે તો મસ્તક પીડા ઉત્પન્ન થાય છે, અને જે શરીરે વિલેપન કરે છે તે આખા - શરીરમાં દાહ થાય છે; તે હે પ્રભુ! આ પુરે પૂવ શું દુષ્કૃત્ય કર્યું છે તે કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com