________________
(૧૧) હે નાથ ! દુઃખરૂપી દાવાનળમાં વર્ષદ સમાન આપને જેઓ આશ્રય કરે છે તેઓ આપની આજ્ઞાનું આરાધન કરવાથી આ સંસારમાં દુ:ખી થતા નથી. જે પ્રાણુ નિર્વાણ પામેલા એવા તમારી ક્ષણમાત્ર પણ ભક્તિ કરે છે તે આ મહા ભયંકર એવા સંસારમાં પરિભ્રમણ કરતા નથી અને જેઓ ભક્તિ કરતા નથી તેઓ અહર્નિશ પરિભ્રમણ કરે છે. જેઓ ધારાધર (વદ) ની જેવા ગંભીર નિષવાળા તમારા શાસનને આશ્રય કરે છે તેને શાસન (આજ્ઞા) નું વિતાઓ પણ ઉલ્લંધન કરતા નથી. હે દેવ! જે પ્રાણી તમારા ચરણ કમળમાં આદરપૂર્વક નમસ્કાર કરે છે તેનો જન્મ, વ્યાધિ અને મૃત્યુ અસ્ત પામે છે, અનંતકરૂપવલ્લીનું ભંજન કરવામાં હતી સમાન અને લાખે દુ:ખનું નિવારણ કરનાર હે જગન્નાથ ! તમે જય પામે, અજ્ઞાન રૂ૫ અંધકારને નાશ કરવામાં અપૂર્વ સૂર્ય સમાન હે ગષભધ્વજ રેવ! આ સંસારમાં પડતા એવા હું દીનની રસ કરે, રક્ષા કરે.”
તુષ્ટમાન ચિત્તે આ પ્રમાણે સ્તવીને તે જિન મંદિ. રમાંથી બહાર નીકળ્યો. એટલે ત્યાંના રાજપરાએ ભક્તિ પૂર્વક નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- આ નગરના સ્વામી સિંધુવિષ્ણુ રાજાએ તમને તેડી લાવવા માટે આ રથ મોકલ્યો છે, માટે એમાં આપ બેસે તેમના આવા વચન સાંભળી કુમાર તે રથમાં બેઠા અને રાજા પાસે ગ, રાજાએ તેનું ઘણું સન્માન કર્યું પછી સ્નેહ સહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com