________________
ત્રુટ બીજા તે વિજયાકુંઅર જિનવર, નયર સૂરતિ સેહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચરતિ ભવિકનાં મન મેહ એ; જિનવદન સુંદર સુર પુરંદર દૃષિ મનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદએ. ૧૦ વંદુ એ વંદુ એ પાસ ચિંતામણું એ,
દિનમણી દિનમણે તેજનિધન કે; પ્રાન ધરૂં સ્વામીનણું એ,
સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નાંમિ કે; વંદુ એ પાસ ચિંતામણી એ.
ચિંતામણિ શ્રીપાસ વંદુ આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદતેજઈ ફલી મુઝ સાવેલડી; અતિ ફૂટડું પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉડસ. ઘન ઘટાડંબર દેવિ દહદિસિ મેર જિમ હઈડઈ હસઈ. ૧૩ તીરથ તીરથ સૂરતિ બંદિરઈ એ,
જુહારિયાં હારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિનાં દુષ વારી એ,
ઊપને ઊપને અતિ આણંદ કે; સુરતિ તીરથ જુહારીયાં એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com