________________
૩૭
વજા દંડ પરનો લેખ. . . સંવત ૧૯૬૫ ના ભાદરવા વદ બીજ વાર શુકે સ્વર્ગવાસી શેઠ ભગવાનદાસ ભૂખણદાસ, નાણાવટીના સ્મરણાર્થે આ ધ્વજા દંડ. તેઓના પુત્રો શા. લાલભાઈ તથા ચુનીલાલે દાદા સાહેબને બંધાવી અર્પણ કર્યો છે. સુરત–વાડી ફલીયા. ૪૨. શ્રી સુપાર્શ્વનાથજી ભગવાનનું દેરાસર,
નામ-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયક-શ્રી સુપાર્શ્વનાથ ભગગાન.
વહીવટદાર–દયાચંદ ચુનીલાલ. ૪૩. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન. પ્રભુજીની બેઠક નીચેને લેખ.
શ્રી શ્રી ૧૦૮ શ્રી રીખવદેવ સ્વામીજીના દેરાસર સંવત ૧૯૨૧. ના વૈશાખ સુદ ૧૩ વાર સેમ પ્રતિષ્ઠિત શાહ ઘેલાભાઈ રાયચંદ, ન્યાતે દશાશ્રીમાળી ગભરામાં આરસના પીઠ પબાસણ કરાવી બીજે પાટડે શ્રી મંદીરસ્વામી સ્થાપિત સંવત ૧૯૫૫ ચૈત્ર વદ ૩ શુક્રવાર.. ૪૪. શ્રી ગાડી પાર્શ્વનાથજી ભગવાનનું દેરાસર
નામ શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ-ગોળ શેરી.
મૂળનાયક—શ્રી ગોડી પાર્શ્વનાથજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com