________________
- અંક બીજે
મોટાભાઈ જા, જા, અમે છીએ ને. જરા ફિકર નહીં કરતો. (મિલી રસોડામાં જાય છે ને પાછળ ગુલાબચંદ ને મોટાભાઇ જાય છે )
ગંગાદાસ આ છોકરીનું નામ શું કહ્યું?
ભગવાનદાસ મને શી ખબર?
ગંગાદાસ પંડિતજી! આ તરફનાં બૈરાં જબરાં બહુ લાગે છે.
મુરલીધર (વિચારમાંથી જાગતાં) મને પણ હમણાં એજ વિચાર આવ્યું.
ભગવાનદાસ તમે બંને તે એવા જ વિચાર કર્યા કરે છે (મિલી પાણીનું બેડું લઈ ત્યાંથી બીજી તરફ જાય છે. બધા તેની સામું જુએ છે.)
ગંગાદાસ (એની પાસેથી મિલી જાય છે ત્યારે ) બાઈ! તારું નામ શું?
પેમલી ( હસીને) મારું નામ મિલી, ભાઈસાબ ! (વાંકું જોઈને) ઈશાબ ! તમારે એ ગેમ રેવું ?
ગંગાદાસ (હસીને) મુંબાઈ. તું મુંબઈ કઈ દિવસ ગઈ છે કે ?
પેમલી (લટકે કરીને) ના, બા, પણ મારી મશીઆઈ બેનનો હાહરો તે ચાકરી કરે છે. તેનું નામ છે. તમે ઓળખો છે?
ગંગાદાસ (નસાસો નાંખી) ના. (મિલી ચાલી જાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com