________________
વિભાગ ૩ જે.
પ્રકરણ ૧ લું. વર્ણભેદના વિસ્તારથી અને વિશેષે કરી કન્યા વ્યવહારના
સખત પ્રતિબંધથી નીપજતાં માઠાં પરિણામ
આપણે જોયું કે વર્ણભેદના વિસ્તારને કઇ પાર રહ્યો નથી. ને અમને ભય રહે છે કે આની આ વ્યવસ્થા ચાલુ રહી તે હજી કહપનામાં પણ ન આવે એટલો વિસ્તાર વધશે ઘણીક નાતે ટુંકી ટુંકી થતાં થતાં લય પામી છે, કેટલીક લય પામવાની તૈયારીમાં છે ને ઘણીક પચ્ચાશ પચ્ચાશ ઘરની ને કેટલીક તે તેથી પણ ઓછાં ઘરની નાત થઈ ગઈ છે. આવો વિનાશકારી પરિણામ થતા અટકાવ એ અવશ્યનું છે. વર્ણભેદને વિસ્તાર કન્યા વ્યવહારના કારણથી વળે છે, ને વધતું જાય છે. જેમ જેમ કન્યાનો પ્રતિબંધ વધતો જાય છે, તેમ તેમ નાતોની સંખ્યા વધતી જાય છે. આ સ્વઘાતક નીતિથી ઘણું માઠાં પરિણામ થયાં છે, એમાંના મુખ્ય મુખ્યનું વિસ્તારથી વિવેચન કરવાની જરૂર છે. નાતોની વસ્તિને ક્ષય, સંસાર સુખને વિનાશ, સારી પ્રજાની ઉત્પત્તિની હાનિ, છોકરાંના સુખની હાનિ, બાળલગ્ન, કન્યાવિય, સાટાં ખડાં, વરવિક્રય, કજોડાં, વૈધવ્ય, અનીતિની વૃદ્ધિ, અને છેવટ એક પ્રજાના ઐક્યની હાનિ એ બહુ ભયંકર પરિણામો છે.
૧. નાતની વસ્તિનો ક્ષય:-દહાડે દહાડે ઘણીક ટુંકી ટુંકી થઈ ગયેલી નાની વસ્તિ ઘટતી જાય છે, એમાં કંઈ શક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com