________________
(૫૮) ઉપર પ્રમાણે તપાસતાં એમ માલમ પડે છે કે ભોજન વ્યવહારને માટે જે ભેદ પડ્યા છે તેની સંખ્યા નાની છે, પરંતુ કન્યા વ્યવહારને માટે જે ભેદ પડ્યા છે તેની સંખ્યા ઘણી જ મોટી છે. નાતોની સંખ્યા વિશે લખતાં અમોએ બતાવ્યું છે કે એ સંખ્યાની નિશ્ચિત ગણતરી કરવી મુશ્કેલ છે, એટલું જ નહિ પણ તેની કલ્પના સરખી વાસ્તવિક રીતે થઈ શકે નહિ; કેમકે દહાડે દહાડે એ સં.
ખ્યા વધતી જ જાય છે.૧ બ્રાહ્મણ, વાણિયા, ધંધાદારી અને ક્ષત્રિયાદિની તમામ જુદી જુદી નાતોની સંખ્યા હજાર ઉપરાંતની કહી તે તે બિલકુલ અતિશયોક્તિ નહિ કહેવાય. નાતેના ભેદને આધાર જન્મ ઉપર છે એમ કહેવામાં આવે છે, પરંતુ હવે એકલા જન્મ ઉપર છે એમ કહેવું યથાર્થ નથી, તેને આધાર જન્મ ઉપર તથા કન્યા વ્યવહાર ઉપર છે એમ હવે સ્પષ્ટ સમજાયું હશે.
ગુણ કમ કોરાણે રહ્યાં, ધંધા પણ કોરાણે રહ્યા, ને નાત જુદાજ પાયા ઉપર બંધાઈ ગઈ. આ વ્યવસ્થાના કેવાં હાનિકારક પરિણામ થયાં અને તેના ઉપાય જવાની કેટલી અગત્ય છે એ બાબતને વિચાર હવે કરીશું.
૧ સિદ્ધાંત સાર”માં મી. મણિલાલ કહે છે કે “ચાલતા કળિકાળની ઘેર અનીતિમાં, એ જાતિઓ હજુ કેટલી વધશે, ને કયાં સુધી આપણને અર્ધગતિએ ઉતારશે, તે કણ કહી શકે એમ છે!” પૃષ્ઠ ૫૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com