________________
( ૧૦ ) રહેવા લાગ્યા, એટલે તે ગામડાના લોકોની આંખ ખરેખરી ઉઘડી. તેમણે એ દુઃખને ઉપાય શોધવા માંડે, ને એ ઉપાય તે એકડા કે ગળ કરવાને સુઝ. અમુક પાસે પાસેના ગામોના એક નાતના લોકોએ કન્યા મુકરર કરેલાં ગામમાં મુકરર કરેલાં ઘરમાંજ આપવા લેવાને વ્યવહાર રાખ, ને પોતાની નાતને હોય તો પણ જે એકડામાં કે ગોળમાં ન હોય તેને કન્યા આપવી નહિ, એ બંધ બાંધવામાં આવે તે એક કે ગોળ કે એવા બીજા નામથી ઓળખાય છે. ઘણી નાતમાં હવે એવા એકડા બંધાયા, એકલે એક નાતના અનેક એકડા થયા. આ બાબતનું સ્પષ્ટીકરણ કરવા એક દષ્ટાંત વિશા ખડાયતાની નાતનું લેઇએ. એ નાતના એકડા કે તડનાં નામ: અમદાવાદ, સુરત, નડિયાદનાં ચાર તડ, ઉમરેઠ, નાંદોદ, કઠલાલ, કાનમ, ભાદરવા, જોડ, મોડાસા, હળદરવાસ, છત્રી, વટવા, આદિ છે. વખતે એમાં કોઈ નામ રહી જતું પણ હશે. એ એકડાને અર્થ એ થાય છે કે નડિયાદના એકડાવાળો પોતાના જ એકડાના લોકોમાં કન્યા આપવા બંધાયેલો છે, તેનાથી ઉમરેઠના એકડાવાળાને કન્યા અપાશે નહિ. હવે ખાધા ખવરાવ્યા સિવાય નડિયાદના વિશા ખડાયતામાં અને ઉમરેઠના વિશા ખડાયતામાં ઐક્યનું કારણ શું રહ્યું? માત્ર ભાણું વ્યવહાર કે બીજું કંઈ ? વાણિયાની અન્ય નાતે સાથે પણ એજ વ્યવહાર, ને પોતાની નાતના પર એકડાવાળા સાથે પણ એજ, ત્યારે હવે નડિયાદના વિશા ખડાયતાની અને ઉમરેઠના વિશા ખડાયતાની એક વાત કેમ કહેવાય ! એ પ્રમાણે એકલા વિશા ખડાયતાની એક નાત તુટીને નાની નાની ઘણી નાત થઈ છે. અમદાવાદની સે ઘરની નાત, સુરતની પચાશ ઘરની નાત, નડિયાદની દેઢ દોઢસો ઘરની ચાર નાતે. એ પ્રમાણે જેટલા એક્કા એટલી નાતે થઈ. હજી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com