________________
(૪૮) જોવાથી હાલની નાતે કેટલાં વર્ષથી થઇ હશે તેની કંઇક કલ્પના થઈ શકે છે. બધાં કારણો એકંદર રીતે ધ્યાનમાં લેતાં નાતોના કડકા થવાનું હજારેક વર્ષ ઉપર શરૂ થયું હશે એમ લાગે છે. પછી જેમ જેમ નવાં નવાં કારણો ઉત્પન્ન થતાં ગયાં તેમ તેમ નવી નવી વાતો બંધાતી ગઈ. જ્યારે નાતોની ઉત્પત્તિના કાળનો નિર્ણય કરવાની વાત કરીએ, ત્યારે કેટલીક નાતોની ઉત્પત્તિ સ્કંધ પુરાણમાં છે એ વાતને પણ વિચાર કરવો જોઈએ. એ પુરાણના કાળનો નિર્ણય કરવાનું આ સ્થળ નથી, પરંતુ એ પુરાણની અસલ સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે. જે આ પુરાણુ જુનું હોય તો તેમાં મૂળરાજના વખતમાં બનેલી હકિકત આવે નહિ, ને તે તેમાં છે માટે એ મૂળરાજ ના કાળ પછીનું હેવાનું અનુમાન થઈ શકે; અથવા તે સમય પહેલોનું માનીએ તો મૂળરાજના સમયવાળી અને એવી બીજી નાતોની ઉત્પત્તિને ઇતિહાસ તેમાં પાછળથી ઘોચી ઘાલેલો હોવો જોઈએ.'
એવી રીતે મૂળની ચાર નાતના કડકા થઈ અનેક ભિન્ન ભિન્ન નાતો ઉત્પન્ન થઇ છે. આ અસલ ઉત્પત્તિ જોતાં હાલની નાતેને શાસ્ત્રનો આધાર નથી તથા તે બંધાવામાં ધર્મનો કંઈ સંબંધ નથી એમ પણ આપણું ખાત્રી થાય છે.
પ્રથમ અમે કહ્યું છે તેમ નાતે ગયા સૈકા સુધી દેશી સંચાથી ઘડાતી હતી, પણ હવે તો નાતો ઘડાવાનો વિલાયતી સંચે ચાલે છે, ને તેથી ઘણું કરીને દરરોજ નવી નવી નાતો ઘડાઈને બહાર પડતી જ જાય છે !
ચાર નાતેની વધારે નાતે, ને તે નાતોના પાછા પેટા વિભાગ શા કારણથી થયા તે બતાવવામાં આવ્યું. હવે એ પછી પાછા તે
૧ પ્રથમ કહેલો સુદર્શનને વધાર', પૃષ્ટ ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com