________________
(૩૮) બીજાં કારણો મળ્યાં. તે કારણેનું દિગદર્શન અમોએ કરેલું છે. ઉપર બતાવ્યા પ્રમાણે જ્યારે આપણું ઉપર પરદેશી પ્રજાનું રાજ્ય થયું, ત્યારે તેના પ્રસંગથી અને તેમની સ્થિતિ તથા રાજનીતિથી જે અસર આપણું ઉપર થવી જોઈએ તે થઈ. પરદેશી પ્રજા પરધર્મની હતી ને તેનામાં મતભેદની સહનતાને અગત્યને, મહાનું અને પરેપકારી ગુણ નહોતે એમ ઈતિહાસ ઉપરથી જણાય છે. તેઓ પરધર્મના લોકોને સત્તાના બળથી પજવતા. એવી સ્થિતિમાં પડતી પ્રજા વધારે પડે એમાં નવાઈ નથી. ધર્મને માટે જઘડા, લઢાઈઓ, ફાટફુટ, અને જુલમથી વટલાવવાની નીતિનું અવલંબન કરવામાં આવે ત્યારે પરધર્મની પ્રજાના સુધારાની શી આશા ! જે વિભાગ પડી ગયા હતા તેના મૂળ હેતુ વિચારવાની શક્તિ રહી નહિ, ને રંગસીઆ બળદની માફક પડેલે ચીલે ચાલવા લાગ્યા. એવી પરદેશી–મુસલમાન-પ્રજાની સત્તા, જુલમ અને પ્રસંગની અસર થઈ. કેટલાક તેમના રૂઢી રિવાજોનું આપણે સકારણ અનુકરણ કર્યું, તેથી પણ મૂળ ચીલો ઉડે થવામાંજ મદદ મળી. પરદેશી પ્રજાની મોટામાં મોટી રૂઢી આપણે જે સ્વિકારી તે સ્ત્રીઓને પડદે રાખવાની છે. રાજ્યનું બંધારણ એટલું બધું અવ્યવસ્થિત હતું કે સ્ત્રીઓને બહાર નિકળવું સહી સલામત ગણાતું નહોતું. આ દુઃખ નિવારણ કરવાને બીજે કંઈ ઉપાય નહતો, ને રાજ કરનારી પ્રજામાં સ્ત્રીઓને ઓઝલમાં રાખવાની રીત હતી, તેથી એ રીત દા. ખલ કરવાથી એ દુખ ઓછું થશે એમ સ્વભાવિક રીતે લાગ્યા વિના ન રહે. એમ એ રીત પેઠી. પરંતુ એથી પરિણામ એ થયું કે - કરીઓ આપવા લેવાનું સ્થળ જેમ પાસે હોય તેમ સારૂં એ વિચાર દાખલ થયો. તેમાં વળી બીજાં એવાં જ કારણો આવી મળ્યાં. રાજ્યની ગેરવ્યવસ્થા હોય, ત્યારે જાન માલની સલામતી બરાબર હોતી નથી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com