________________
(૩૭) વગોના હાથમાં હોવાથી કાળે કરીને તેમનામાં ઈર્ષો ઉત્પન્ન થઈ, ને તેમની વચ્ચે અનેક યુદ્ધો થયાં. બ્રાહ્મણ વર્ગના પરશુરામે એ કવિવાર “નક્ષત્રી’ પૃથ્વી કર્યાનું બિરૂદ મેળવ્યું. એમ છતાં પણ ક્ષત્રિયને વર્ગ કાયમ રહ્યો છે.
જેમ જેમ અવિધા અને પડતીને સમય આવી ગયો તેમ તેમ પ્રથમ જે ભેદ ગુણ કર્મનુસાર હતા તે સ્થાપિત થયા, અને વર્ણ ભેદને આધાર જન્મ છે એવું જે કેટલાક હલકા વર્ગને જ માટે હતું તે હવે બધાને માટે છે એમ વિકારાયું.
આ મહાનું પ્રજાની પડતીના સમયમાં પડતીને અમલ જલદી થ, અને ભિન્નતાનાં મૂળ સજ્જડ રે પાયાં. પડતી એકજ બાબતમાં આવી નહિ. તેણે આર્ય પ્રજાને ત્યારે પાસથી ઘેરી લીધી. વિદ્યા ખોચડે પડી. બ્રાહ્મણને માત્ર ભણવાનો અધિકાર આપેલ હતા. તેઓને માટે બીજી પાસેથી ગુજરાતનું સાધન હમેશનું તૈયાર કરી રાખ્યું હતું, એટલે તેઓને તે ભણવાની ગરજ રહી નહિ. બીજી નાતને તો ભણવાનો અધિકાર નહે તે એટલે તે તો ભણે જ શી રીતે! આમ અવિદ્યાનું રાજ્ય સ્થાપન થયું. તેની અસર ધિમે ધિમે બધી સ્થિતિમાં થઈ. સંસારિક સ્થિતિ બગડી, ધાર્મિક સ્થિતિ બગડી, અને રાજ્ય પ્રકરણ સ્થિતિ પણ બગડી. પરદેશી લોકો ચઢી આવ્યા, ને છેવટ પરતંત્રતાની ધુંસરીએ જોડાયા ! ધાર્મિક સ્થિતિમાં ખરા ધર્મને બદલે વહેમોને ધર્મ સ્થાપન થશે. જે ભેદો માત્ર સંસારિક સ્થિતિના કે ધંધાનાજ હતા તેમાં પણ ધર્મ પેઠે. એક બીજાનું ખાવાથી વટલાવાને ધર્મ થયો. ધર્મ પાળવાને આધાર, પતિત કે પાપી અને પુણ્યશાળી થવાને આધાર, તથા સ્વર્ગ નર્ક જવાનો આધાર ખાવા પીવા ઉપર છે એમ મનાયું ! એવા સમયમાં જે ભેદે પડેલા હતા તે સજ્જડ થવાનાં તથા વધવાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com