________________
( ૮ ) મુખ્ય સ્થાન પગ છે માટે તેને તેની ઉપમા આપી છે. ઈશ્વર નિરાકાર છે, ને વૈદિક સમયમાં એને નિરાકાર માનવામાં આવતા હતો, તો ઈશ્વર-એષ્ટ પુરૂષ-ને ખરેખર મેં, હાથ, ઉરૂ ને પગ હોય એ માનવું અસંભવિત થાય છે, ને તેવા અવયવવાળા કોઈ શ્રેષ્ઠ પ્રાણુના આકારને સંભવ નથી તે શબ્દાર્થ પ્રમાણે ઉત્પત્તિને સંભવ કયાં રહે છે ? માટે એ મંત્ર અલંકારી છે એ પક્ષ માન્ય કરવા લા યક છે, ને તેને ભાવાર્થ એ મતવાળાએ બતાવે છે તે કંઈ છે એમ જણાય છે. વળી એ અર્થને સતપથ બ્રાહ્મણમાં આપેલા અર્થથી પુષ્ટી મળે છે, એટલે સંશયનો માર્ગ રહેતો નથી.
યજુર્વેદના ૩૧ મા અધ્યાયને ૧૧ મો મંત્ર એને એ જ છે. તે મજ અથર્વવેદમાં પણ એ મંત્ર દેખા દે છે. એટલે વૈદિક સમયના છેક છેલ્લા કાળમાં જ્ઞાતિઓની ઉત્પત્તિનું-મનુષ્ય જાતના વિભાગ પડવાનું–બીજ રોપાયું; ને તેમ થવાનું કારણ કંઈ જ નહિ પણ મનુ ષ્યને આ સંસારમાંને ધર્મ–તેનું કર્મ-કર્તવ્ય છે.
વેદ પછીનો સમય અને તેથી ઉતરત આધાર સ્મૃતિઓને ગણાય છે. સ્મૃતિઓથી પણ એમજ જણાય છે કે તે સમયમાં ચાર જ ભેદ રહ્યા ને તેને આધાર ગુણ કર્મ ઉપર જ રહેતો હતો ને ૧ સત્યાર્થ પ્રકાશ, પૃષ્ઠ. ૮૭.
૨ હાલ જે સ્થિતિમાં ચારે વેદ આપણને મળ્યા છે તેવા કોઈ ગ્રંથકારે કે ગ્રંથકારેએ એક જ સમયે પુસ્તકોની માફક રચ્યા હશે એમ વિદ્વાને માનતા નથી. તે સિદ્ધાંત સ્થાપિત કરવાનો અને ઈરાદો નથી, ને જગા પણ નથી. પરંતુ તે વિચાર સ્વિકારતાં અમારા
અભિપ્રાયમાં ફેર પડતો નથી, એમ કહેવાનો મતલબ છે, મી. મૂર ન ઉપર કહેલા પુસ્તકમાં એનું પણ વિવેચન કરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com