________________
(૧૧૮) દી સ્થાપન થવાની જરૂર છે. જો આપણે આપણું સંસાર-સુખ ઈ
ચ્છતા હોઈએ, જે આપણે આપણાં બાળબચ્ચાંનું કલ્યાણ ઈચ્છતા હોઈએ, જે આપણે આપણું ઉદ્ધાર ઈચ્છતા હોઈએ તો આ બાબતના ઉપાયો જવામાં વિલંબ થવો જોઇ નથી. એ બંને સમાજે મહાભારત પ્રયત્ન કરે તો થોડા જ વર્ષમાં આ શુભ હેતુ પાર પડવાનો સંભવ છે. દેશને શુભેચ્છકોએ આ બાબતમાં જે જે પ્રકારે મદદ થઈ શકે તે તે પ્રકારે કરવી જોઈએ. જેઓ નાણાંની મદદ આપી શકતા હોય તેમણે તે આપવી જોઈએ કે જેઓ અંગ મહેનતથી કે બીજી કોઈ રીતે મદદ કરી શકતા હોય તેમણે તેવી મદદ કરવી જોઈએ!
છેલ્લે એમ પણ કહીશું કે અલબત વાતેથી કશું થવાનું નથી. વાત કરવાને વખત હવે વહી ગયો છે એમ કહેવું પણ અનુચિત નથી. હવે વખત એ આવ્યું છે કે જેઓ માત્ર વાતે જ કરનારા છે ને બોલવા પ્રમાણે બિલકુલ વર્તનારા નથી તેઓ એકાદ શુભકાર્યને હાનિ કરનારા થઈ પડે છે. માટે પ્રથમ મનની ખાત્રી કરો, વિવયનું મનન કરો, ને પછી ખાત્રી થાય તથા હિમ્મત આવે, તે સમાજમાં દાખલ થઈ જાઓ ને વખત આવ્યે દેશના કલ્યાણ અર્થે કંઇ બળિદાન આપવા તૈયાર થઈ જાઓ! આ બાબતમાં તો બહુ બળિદાન પણ ક્યાં આપવાનું છે? ઘણુંખરી વખતે તો સુખ શેધવાનું છે ! ઘણા મિત્રોને બુમો પાડતા સાંભળ્યા છે કે શું કરીએ ભાઈ! આ ભણવેલી ગણાવેલી ને ડાહી દેવ પુતળા જેવી છોડી છે, પણ તેને લાયક નાતમાં વર મળતા નથી. તેથી ગમે ત્યાં ધરસેડવી પડશે! પછી બિચારા ધરસોડે છે! ક્યાં ધરસોડે છે? વહાલી પુત્રીને-જીવના જીવન ગારાને–પિતાના લેહીના અંશને આ જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com