________________
(૧૧૭) ખતે અનીતિ કરી સંસાર ધુળ મેળવતી હેય ને ચાર બાયડીએ વરરાજા તે વરરાજા ને વરરાજ અથવા બાળ બ્રહ્મચારી જ હોય ! કેટલી દુષ્ટતા, કેટલી અધમતા, કેટલી સંસાર–સુખની હાનિ ! પાંચનો ભાવ વ્યર્થ ગ! કોઈ કહેશે કે આવો દાખલો લીધો એટલે આમ બેલો જ તે. વારું અમારા શાણું વાંચનાર, તેં આવો દાખલો જો નથી એમ તું કહી શકે છે? તારા મન સાથે ગોખી કાઢ, ને મનને ઠગવાનું રહેવા દે ! કદાપિ ન જોયો હોય તો અમદાવાદમાં ઔદિચોમાં જઈ જેવો! એ જ્ઞાતિનું નામ દેવાનું કારણ એ છે કે એમાં એવા દાખલા બહુ થાય છે. બીજી નાતેમાં નથી એમ તે ઉ. પરથી સમજવાનું નથી. હવે ઔદિચનું ભાણે ખપે એવી બીજી બ્રાહ્મણની કન્યાની અછતવાળી નાતના લોકોની શી ગતિ ! ગમે તે ઢગલે ઢગલા રૂપિયા ખર્ચ, ગમે તો બાયડી બાયડી કરતા કુંવારા મરે, ગમે તે અનીતિના ખાડામાં પડે, પણ હરકોઈ રીતે સંસાર તો બગડે જ બગડે! આવાં દષ્ટાંતોની કંઈ ખોટ નથી. આવા પ્રતિબંધથી જે જે અનિષ્ટ રિવાજે દાખલ થયા છે, તેના પરિણામેનું તે કંઈ કહેવાનું જ નથી. હવે તે આપણું હવેલી દૂશ્મનથી તદન ઘેરાઈ ગઈ છે ને આપણે કેદ પણ પકડાયા છીએ ! હવે આપણે આંખ ઉઘાડી જોવાની જરૂર છે. વખત પણ અનુકુળ છે. સંસારિક સ્થિતિ સુધારવાની જરૂર જણાય તો બાજી આપણું હાથમાં જ છે. હવે કશી અડચણ નથી. સ્વતંત્ર રીતે સંસારિક બાબતમાં આપણે આપણું મતો પ્રદર્શિત કરી શકીએ છીએ ને ચાલવાની ઇચ્છા હોય–આપણું બહેતર કરવાની આપણી મરજી હેય–તે તે પ્રમાણે વર્તી પણ શકીએ છીએ. જેટલો વખત ખોઈએ છીએ એટલે આપણે જાય છે.
એક બ્રાહ્મણને અને એક વાણુઓને એવા બે સમાજે જલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com