________________
( ૧૨ ) રણે તથા વગર વિચારે તે છોડવાનું કહેવું એ પણ વ્યાજબી નથી. તે પ્રમાણે આ રૂઢી પણ વગર કારણે અને વગર વિચારે છોડવાનું કહેવામાં આવે તો તે કહેવું વજનદાર ગણાય નહિ, ને લોકો તે
સ્વીકારે નહિ. પંરતુ જ્યારે કોઈ રૂઢી સ્થાપિત થઈ ગઈ છે, પણ તે રૂઢીથી સંસાર–મંડળની બહુ પ્રકારે હાનિ થતી હોય, ત્યારે તે રૂઢીને ત્યાગ કરવો ઉચિત છે. તેમાંય વળી એવી હાનિકારક રૂઢીને તે પ્રજાના પ્રાચીન અને માન્ય શાસ્ત્રને ટેકે ન હોય, ત્યારે તો તે તજવામાં લગાર પણ આનાકાની શા માટે કરવી જોઈએ? એ ન્યાયે વિચારવાનું એટલું રહે છે કે હાલ આપણામાં કન્યા વ્યવહારનો જેજે નાનાં નાનાં ક્ષેત્રો છે, ને જે જે નાતને ભાણ વ્યવહાર છે તે તે નાતેમાં પણ કન્યા વ્યવહાર નથી એવી જે રૂઢી છે તેથી આપણું સંસાર–મંડળને હાનિ થઈ છે ને થાય છે કે નહિ, ને એ રૂઢી સયુક્તિક કે સશાસ્ત્ર છે કે નહિ ? આ ગ્રંથમાં અમે બતાવીશું કે જે જે નાતે સંસારિક સ્થિતિમાં સરખી છે, ને જેમને ભાણું વ્યવહાર છે, તે તે નાતોમાં કન્યા વ્યવહારને પ્રતિબંધ છે તેથી આપણુ સંસાર–મંડળને ઘણું હાનિ થઈ છે, આપણું સંસાર–સુખ વણસ્યું છે, ને આપણે ઘણુક હાનિકારક રૂઢીઓના ગુલામ થઈ ગયા છીએ; વળી એ પ્રતિબંધ યુક્તિક તથા સશાસ્ત્ર પણ નથી. એ પ્રતિબંધ તેડવા શા શા ઉપાયો જવા જોઈએ તેને પણ વિચાર કરીશું; વળી આવા પ્રતિબંધ પૃથ્વી ઉપરની કોઈપણ પ્રજામાં નથી તે પણ બતાવી આપીશું.
આ બધી હકિકત ધ્યાનમાં લેતાં આ પ્રતિબંધ તેડવાની અગય વિશે ખાત્રી થયા વિના રહેશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com