________________
(૧૦૮) રના સંબંધમાં આ દેશના બીજા ભાગના વિદ્વાનને શો અભિપ્રાય છે તે કંઈક તપાસીએ. મદ્રાસના પ્રોરંગનાથ મુદલીયાર કહે છે કે, “મુદલીયાર કે નાયડુ જેવી એકાદ નાતના તમામ માણસ વચ્ચે અરપરસ કન્યા વ્યવહારને સબંધ બંધાય એવું કંઈ થઈ શકે એમ નથી ? એક નયને પુત્ર બીજા નયડુની પુત્રી વેરે પરણે એમાં કાંઈ તિની કે સ્મૃતિની આજ્ઞાને ભંગ થતો નથી. ધર્મના કોઈ હેમને દૂર કરવાનું નથી, અને હું ધારું છું કે ધર્મગુરૂ પણ એટલા બધા વિરૂદ્ધ નહિ થાય. રૂઢી એજ શત્રુની સામે લઢવાનું છે. મારા મનમાં એમ આવે છે કે મુદલીયારની ઘણું પેટા નાતે પૈકી ત્રણ કે ચારને એકત્ર કરી પ્રથમ નાની શરૂઆત કરવામાં આવે તે એવા ઐક્યના લાભ તરત જ અને પૂર્ણરીતે સમજવામાં આવે, અને હાલ જે નાતે જુદી જુદી છે, તે બધી ના સંયુક્ત થવાને રસ્તે ખુલ્લે થાય. આવી બાબતમાં પ્રથમ પગલું મુખ્ય શહેરે ભરવું જોઈએ, એટલે પ્રગણાનાં ગામે વહેલાં કે મોડાં એ રસ્તે ચાલશે.૧
એ શિવાય આપણા દેશના તેમ જ પરદેશના ઘણા વિદ્વાનોએ ના” વિષે પિતાના અભિપ્રાયો બતાવેલા છે, પરંતુ તે બધા જે આપીએ તે વિસ્તાર ઘણે થઈ જાય છે; ને નાતના મહેટા પક્ષ વિષે એટલો વિસ્તાર કરવાનું આ ગ્ય સ્થળ પણ નથી.
હવે અમારા વાંચનારાઓની ખાત્રી થઈ હશે કે આ બંધને અનિષ્ટ છે, એ કંઈ આજ કાલના સુધારાવાળા જે કહે છે એમ નથી. ઘણા વિધાનને તે અનિષ્ટ લાગેલાં છે, ને ઘણું વિદ્વાનોએ એ બાબત પિતાના અભિપ્રાય બતાવેલા છે. એ પ્રમાણે પ્રાચીન વિદ્વાન–શાસ્ત્રકારોના અભિપ્રાય જેમ હાલનાં બંધનેની વિરૂદ્ધ છે, તેમ અ
૧ “ના” વિષેને ઈગ્રજી નિબંધ, પૃષ્ઠ ૪૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com