________________
(૧૬) ગયા સૈકામાં થઈ ગયેલા મહા કવિ શામળને આપણે આ જગાએ ભુલો ન જોઈએ. એ કવિએ અનેક વાર્તાઓ લખી છે, ને ઘણુક વાતોમાં તેણે વર્ણભેદને કંઇપણ વિચાર રાખ્યા વિના ભિન્ન ભિન્ન વર્ણોનાં નાયક નાયકાનાં ગુણાનુસાર લગ્ન કરાવ્યાં છે. રજપુત રાજાના કુંવર અને વણિક પ્રધાનની પુત્રીનું ઇચ્છાવર લગ્ન, તેમ જ રજપુત રાજાની કુંવરી અને વણિક પ્રધાનના પુત્રનું ઇરછાવર લગ્ન એ તે આ મ. હાનું કવિની વખતે વખતે ઘણું પ્રિય યોજના દીઠામાં આવે છે. પોતે જાતને બ્રાહ્મણ છતાં આવાં લગ્નો કરાવતાં તેના મનમાં કંઈપણ આનાકાની થઈ હોય એમ પણ એની કવિતા ઉપરથી જણાતું નથી. આ કવિરાજે કવિતા લખતાં પોતાને સમય બિલકુલ વર્ણવ્યું નથી. બીજા લગ્ન વ્યવહારે જે વર્ણવ્યા છે તેનું પણ એ જ પ્રમાણે છે. આ વિધાનું કવિનું વિશાળ અને સંસ્કારી અને આથી જણાઈ આવે છે. જે વટલાવાનું આ કવિના મનમાં હેત તે આ કવિ કદિ પણ આવાં જોડાં વાર્તામાં પણ ઉપજાવત નહિ!
એ પ્રમાણે નાતોની હાલની પદ્ધતિ ઉપર જુદા જુદા વિદ્વાનોનું ધ્યાન ખેચાયું છે, એટલું જ નહિ, પણ કન્યા વ્યવહારના સંબંધમાં દહાડે દહાડે જે નાના નાના વાડા થતા જાય છે તે ઉપર પણ એક કવિનું ધ્યાન પહોંચ્યાનું જણાય છે. ગયા સૈકામાં અમદાવાદના કૃષ્ણરામ મહારાજે કલિકાળની અનીતિનું વર્ણન કર્યું છે, તેમાં તે
એક નાતમાં નાત, કળિએ બીજી કીધી, ગ્રહસ્થ ભિક્ષુક જાત, દીકરી નવ દીધી.
આ ટુંકા વર્ણનમાં હાલની વર્ણવ્યવસ્થાનું તથા તેઓના અરસ્પરસના કન્યા વ્યવહારની સ્થિતિનું યથાર્થ ચિત્ર છે. એ કવિએ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com