SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ થવા લાગ્યા છે. આ પંથમાંથી ઈ. સ. ૧૧ ના સકામાં દક્ષિશુંમાં એક માનભાવ પંથ પણ ઉત્પન્ન થયેલો છે. યાહુદી ધર્મ મિસર દેશમાં આયવૃત્તથીજ વસ્તી ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી તે દેશ સાથે વ્યવહાર બંધ થઈ ગયો હતો. ત્યાંના લેકે સુચેની પુજા અને પ્રાર્થના કરતા હતા અને આચાર વિચાર પણ આર્યોના રોજ પાળતા હતા. ત્યાં જેસફના ઉપરીપણું નીચે ચાહુદીઓનું એક ટોળું મેસેપતામિયામાંથી ઈ. સ. પૂ. ૧૭ મા સૈકામાં જઈ વસ્યું હતું. તેમની સંખ્યા દિવસે દિવસે વધતી જોઈ ત્યાંના લોકે તેમને ગુલામ બનાવી પુષ્કળ મહેનત કરાવતા હતા. છતાં તેમની સંખ્યા કમી થઈ નહિ. તેથી ત્યાંના બાદશાહે યાહુદી લેકમાં છોકરો થાય તે તુરત મારી નાંખવાને હુકમ કર્યો હતો. આ ભયંકર હુકમ બહાર પડયા પછી થોડા જ વખતમાં એટલે ઈ. સ. પૂ.૧૫૭૧ માં આ ધમ ના સ્થાપક મુસાનો જન્મ થયો હતો. તે ઘણે ખુબસુરત હોવાથી તેને જન્મ છુપાવી તેને એક બરૂના પારણામાં સૂવાડી ગુપણુપ રીતે નદી કીનારે તેની મા મૂકી આવી હતી, દેવગે શાહજાદી તેજ સ્થળે સ્નાન કરવા ગએલી, તેની નજરે આ છોકરા પડવાથી તેના હૃદયમાં દયા આવી, તેથી તેણે એ છોકરાની માને શોધી કાઢી અભયદાન આપી કરે તેને સ્વાધિન કર્યો, અને ધાવણુ છૂટયા પછી પિતાની પાસે રાખી પિતાના સંતાન માફક ઉછેરી ભણાવી હશિયાર કર્યો. તે મોટો થયો ત્યારે તેને પિતાના જન્મના ભેદની ખબર પડવાથી પિતાની જાત ઉપર ગુજરતા જામ જોઇ તેને ઘણું લાગી આવતું હતું, પરંતુ રાજ્યસત્તા આગળ તે લાચાર હતો. એક વખતે એક યાહુદી ઉપર ઘાતકીપણે જુલ્મ ગુજારતાં એક મિસરીને જોઈ તેનું લોહી ઉછળી આવ્યું અને મિસરીને મારી નો પર્દશાહના ડરથી અરબસ્તાનમાં ભાગી ગયો. ત્યાં એક જાદુગર પાસે કેટલીક વિદ્યા શીખ્યો અને થોડા વરસ પછી મિસરના પાશાહને પિતાના ચમત્કાર દેખાડી ખુશી કરીને યાહુદીઓને મિસરમાંથી જતા રહેવાની રજા મળવી, તે સર્વ યાહુદીઓને લઈને અરબસ્તાનના સિનાઈ પર્વત આગળ આવ્યા. પોતાની કેમને દુ:ખમાંથી છોડાવવા માટે સઘળા યાહુદીઓ તેને માનની નજરથી જોતા હતા. આ સમયને લાભ લેઈ તે પોતે પેગમ્બર હોવાનો દાવો કરી યાહુદી ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy