SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સકળ સૃષ્ટિના રાજા પરમાત્માની સેવા કરવી વધારે સારી સમજી તેમણે ઉપનિષદોને અભ્યાસ કર્યો, જેથી તેમને પરમાત્માના સત્ય સ્વરૂપનું જ્ઞાન થયું. લોકરૂચિને માન આપી પુરાણોના આધારે તેમણે વૈષ્ણવ સંપ્રદાય સ્થાપન કરી વિષ્ણુની મૂર્તિપુજા કરવાને વહિવટ ચલાવ્યોઅને ગીતાને મુખ્ય માની ઉપદેશ આપવાનું શરૂ કર્યું. જેમાં તે સમયે તેમનું વજન સારૂ હતું તેમ ફકત વિષ્ણુની મૂર્તિપુંજા અને તેમની ભૂક્તિ-નામોચ્ચારણ—કરવાથી જ મુક્તિ મળે છે એમ જણાવાથી બોદ્ધાદિ ધર્મના માણસે પોતાને ધર્મ છેડી તેમના સંપ્રદાયમાં છેડે થેડે દાખલ થવા લાગ્યા. તેમણે પોતાના શિષ્યને પણ જુદે જુદે ઠેકાણે ઉપદેશ આપી ધર્મપ્રચાર કરવા મોકલ્યા હતા. તેમણે વ્યાસસુત્ર ઉપર ભાષ્ય અને ગીતાજી ઉપર વ્યાખ્યાન કર્યું છે. તેમના પછી તેમના સંપ્રદાયના શ્રીકાન્ત મિશ્ર “સાકારસિદ્ધિ” નામને માટે ગ્રંથ લખેલે છે. વિષ્ણુસ્વામિ ત્રીદંડી સંન્યાસી થઈને સમાધિસ્થ થયા હતા. તેમના પછી તેમની ગાદી જ્ઞાનદેવને મળી. જ્ઞાનદેવ પછી કેશવ ગાદી ઉપર આવ્યા ત્યારથી એ ગાદીવાળા ગોસ્વામિ એવું પદ વંશપરંપરા ધરાવે છે. કેશવ પછી હીરાલાલ, હીરાલાલ પછી શ્રીરામ અનુક્રમે ગાદી ઉપર આવ્યા. શ્રીરામને છ પુત્ર હતા તેમાંના શ્રીધરે “પ્રેમામૃત ” નામે ગ્રંથ રચ્યો છે. છેવટે એ ગાદી ઉપર ઈ. સ. ૮૦૯ માં બિવ મંગળ નામે પુરૂષ હતો, તે વખતે શંકરાચાર્યના કઈ શિખે તેમના “પરમાત્મા સાકાર છે એવા મતનું ખંડન કરીને તેમની ગાદી વિખેરી નાંખી, ત્યારથી એ મત બંધ પડયો. કુમારિક સ્વામિને વેદને ઉદ્ધાર કરવાની સૂચના કરનાર સુધન્વા રાજાની રાણી આ ધર્મમાં હતી. આ પંથવાળા નવધા ભક્તિ ગણે છે. આ મતનાંજ ધર્મતત્વોના આધારે ઈ. સ. ના ૧૫ સકામાં વહ્વ-ભાચાર્યે પુષ્ટિપથ સ્થાપી આ સંપ્રદાયની પુનઃ પ્રાણપતિષ્ઠા કરી હતી. જે અદ્યાપિ પર્યંત ચાલુ છે. પુષ્ટિપથની વિશેષ હકીક્ત આગળ આવશે. દત્તાત્રેય પંથ. ઋષિ પ્રણિત યેગીમાર્ગમાં મતભેદ થતા તેમને કોઈ યોગી ઈ. ૧. ગુણ સાંભળવા, ગુણ ગાવા, સ્મરણ કરવું, પગ ચાંપવા, પુંજા કરવી, નમસ્કાર કરવા, દાસપણું કરવું, મિત્રતા કરવી, અને પિતાને આત્મ સમર્પ કર એ નવ પ્રકારની ભક્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy