________________
મેશ્વરે સર્વ પ્રાણિયમાં વિચાર કરવા યોગ્ય અવયવ રચના અને પરમાણુની ઘટના મનુષ્યમાંજ કરેલી છે, માટે મનુષ્યોએ ધમધર્મ અને કર્તાવ્યાકર્તવ્યને વિચાર કરો જોઇએ.
મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? ગુર્જર કવીશ્વર સ્વર્ગવાસી દલપતરામ ઠીક જ કહી ગયા છે કે મનુષ્ય દેહ દુર્લભ મળે, અરે જીવ તું જાણુ તે પામી પરલોકનું, કર નિશ્ચળ રહેઠાણ.
“હે જીવ! તને દુર્લભ એવો જે મનુષ્ય જન્મ મળે છે તિથી કદી ચલાયમાન ન થાય એવા પરલોકનું રહેઠાણું કરવા પ્રયત્ન કર.”
આ વિશ્વમાં પ્રાણિ માત્રને સુખની ઇચ્છા છે, કોઈને પણ દુઃખની ઇચ્છા નથી. “હું સુખી થાઉં, મારી ઉન્નતિ તથા વૃદ્ધિ થાવ” વિગેરે સર્વ ભાવનાઓ સુખ, સુખ અને સુખનીજ હોય છે. એથી ઉલટું એટલે મને દુઃખ થાવ, મારી અવનતિ અથવા નાશ થાવ” વિગેરે વિપરિત ભાવનાઓ કરનાર આપણું જોવામાં કેઈ આવતું નથી. મતલબ કે સર્વને સુખમાં રાગ અને દુઃખમાં ઠેષબુદ્ધિ હોય છે. ત્યારે સુખ અને દુ:ખ શું છે? તે આપણે જાણવાની જરૂર છે.
જગતમાં વસ્તુ સંભવાદિ જે જે આપણા જેવામાં આવે છે અથવા જાણવામાં આવે છે તેનું શુભાશુભ ભાન કરાવનાર આપણા શરીરમાં એક ઈન્દ્રિય છે તેને ચિત્ત અથવા મન કહે છે. આ ચિત્તવૃત્તિમાં અનુકુળ લાગણીની પ્રતિતિ થતાં અંતરબાહ્ય આનંદને અનુભવ થવા તે સુખ અને પ્રતિકુળ લાગણીની પ્રતિતિ થતાં અંતરબાહ્ય પરિતાપ થવો તે દુઃખ. ટુંકામાં આપણને અનુકુળ તે સુખ અને પ્રતિકુળ તે દુઃખ. આ સુખના પણ ચઢતા ઉતરતા ભેદ છે, કેટલીક લાગણુઓ પ્રારંભમાં અનુકુળ જણાયા છતાં પરિણામે પ્રતિકુળ ભાસે છે.
પ્રાણી માત્રના જીવતરનો, ધનનો, યુવાનીને, પુત્ર દારાદિક વિગેરે ઠાઈને ભરૂસ નથી; કેમકે તે આજ છે ને કાલે નથી. મતલબ કે સંસારનાં સઘળાં સુખ પરિણામે વિકારીજ છે, માટે તેને વિષયી અથવા
ક્ષણિક સુખ કહે છે. આ વિષયી એટલે ક્ષણિક સુખ આરંભમાં ગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com