SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વિધવા વિવાહ કરાવવા તે પ્રવૃત્ત થયો, એ વાત દેવેન્દ્રનાથને પસંદ ન પડવાથી સમાજમાં બે ફાંટા પડ્યા. આદિ બ્રહ્મસમાજ અને ભારતવર્ષિય બ્રહ્મોસમાજ. હવે કેશવચંદ્ર હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં સમાજને ફેલા કરવા મુસાફરી કરવા માંડી. મુંબાઈમાં આવી વ્યાખ્યાને આપ્યાં હતાં, જેના પરિણામે કેટલાક હિંદુઓ તેના મતમાં દાખલ થયા અને પ્રાર્થના સમાજ સ્થાપી; જે હજુ પણ કાયમ છે અને તેની અમદાવાદ, રાજકેટ અને પુના વિગેરે સ્થળે શાખાઓ પણ છે. સને ૧૮૭૦ માં તે બ્રહ્મોસમાજનો પ્રચાર કરવા ઈંડલાંડ ગયો અને ત્યાં જઈને ધર્મ સંબંધી વ્યાખ્યાન આપી લોકોને છકે કરી નાંખ્યા ! પં. મેક્ષમૂલરે તેમની મુલાકાત લીધી હતી અને મહારાણીશ્રી વિકટેરિઆએ પણ પિતાના મહેલમાં તેમને વનસ્પતિનું ખાણું આપ્યું હતું. લંડનમાં પણ બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી. ઈંગ્લાંડથી આવ્યા બાદ સને ૧૮૭૮ માં પોતે પેગમ્બરી દાવો કરવા લાગ્યો અને બાળલગ્નને ધિક્કારનાર હોવા છતાં પણ તેણે પિતાની ૧૩ વરસની પુત્રીનું લગ્ન કુચબિહારના મહારાજા સાથે કર્યું, તેથી તેનું માન ઘટી ગયું અને સાધારણ બ્રહ્મસમાજ નામની ત્રીજી સમાજ સ્થાપન થઈ. ૧૮૮૪ માં કેશવચંદ્ર સેન મરણ પામ્યો ત્યાર પછી આ પક્ષ નરમ પડો. આ સમાજવાળાઓ પુનર્જન્મ અને કર્મ જેવા સિદ્ધાંતને માનતા નથી, અને પિતાની બુદ્ધિને સત્ય લાગે તેટલાંજ ત વેદાદિ શાસ્ત્રનાં વિકારે છે. આ કારણથી ફકત તે પ્રાર્થના કરવાની સમાજ જેવી જ રહી છે. આ મતમાં હાલ ૬ હજાર મનુષ્ય છે. પ્રાર્થના સમાજના અનુયાયીઓ સુધારાવાળાને નામે ઓળખાય છે ! અનિષ્ટકારક રિવાજો જે હિંદુઓમાં ઘર ઘાલી બેઠા છે, તેના તેઓ સખત વિરોધી છે. કેળવણી ઉપર સારા ભાવ રાખે છે, પરંતુ પશ્ચિમની વિઘાને પ્રભાવ તેમના ઉપર પડી ગયા છે, તેથી તેઓ બાળબચ્ચાં અને સ્ત્રીઓને સ્વતંત્ર વિહરવા દે છે! વિધવા વિવાહની હિમાયત કરે છે અને ગમે તેનું ખાવામાં પ્રતિબંધ માનતા નથી. સામાજિક બંધન બિલકુલ ન રાખવાથી તેમનામાં મોજશોખ અને ફેશનની ફીશીયારી વધી છે; ચહા, કોફી, બિટ, બીડી વિગેરે નુકશાનકારક વસ્તુઓને ઉપયોગ થવા લાગ્યા છે, અને કોઈ કેાઈ સ્થળેથી તે. અનાચારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy