SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ટિબેટમાં પણ ગયા હતા. તેમની માતાના આગ્રહથી તેમના પિતાએ ઘર પાછા આવવાનું લખ્યું તેથી તે ઘેર આવ્યા અને ધર્મશાદ્યો સાથે અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો. ઈ. સ. ૧૮૦૩ માં તેમના પિતાને દેહાંત થયો અને ત્યાર બાદ તે રંગપુર કલેકટર ઓફીસમાં શિરસ્તેદાર નિમાયા. કરીના વખતમાં પણ વિવિધ ધર્મશાયોનું વાંચન ચાલુ રાખ્યું હતું. ઈ. સ. ૧૮૧૪ માં પોતાના સ્વદેશીઓને સુધારી દેશને સજીવન કરવા સારૂ ધર્મપ્રચાર કરવામાં આયુષ્ય ખર્ચવા નિશ્ચય કરી નોકરી છોડી વિદાંતનું બંગાળી ભાષામાં ભાષાંતર કરી પુસ્તકે છુટથી મફત વહેચ્યાં, ઉપનિષદનાં ભાષાંતર બંગાળીમાં છપાવ્યાં અને બાઇબલને પણ અસ્યાસ કર્યો. ધર્મોન્નતિ થયા સિવાય નિતિ રાજય ઈત્યાદિ કાઈપણ બાબતમાં ચઢતી થતી નથી માટે સર્વથી સહજ સિદ્ધ થાય તે ધર્મ સ્થાપવા પ્રયત્ન કર્યો. અને ક્રિશ્ચિયન તથા હિંદુ ધર્મના પાઠ શોધ કરી તેમાંથી કેટલોક ભાગ નિવેડી એક પુસ્તક છપાખ્યું. થોડે થોડે વિચારવંત વિદ્વાને, અને બાબુ પ્રસનકુમાર તથા દ્વારકાનાથ ટાગોર વિગેરે આબરૂદાર ધનવાનોની મદદ મળવાથી તેમણે સને ૧૮૧૮ માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. પરમાત્મા એક છે અને નિરંજન નિરાકાર છે, પરમાત્માથી જીવ જિન છે, માટે તે જીવે ઈશ્વરની પ્રેમપૂર્વક સ્તુતિ ભક્તિ આચરવી અને સર્વમાં આત્મભાવ સમજો. મૂર્તિપુજા કરવી નહિ, જાતિભેદ રાખ નહિ, સમાનતા રાખવી અને નીતિથી ચાલવું.” એ પ્રમાણે સિદ્ધાંત ઠરાવી સર્વ જાતના લોકોને આ ધર્મમાં દાખલ થવાથી છૂટ મૂકી દર બુધવારે સાંજે સભા ભરી વ્યાખ્યાન દ્વારા ધર્મ નીતિનો બોધ આપવાની વ્યવસ્થા કરી. તેથી તેમના મતમાં છેડે થોડે લેાકાની વૃદ્ધિ થવા લાગી. ૧૮૨૮ માં સતિ થવાને ચાલ બંધ કરાવવાનો કાયદો થયો તે પણ તેમના પ્રયત્નનું ફળ હતું. ઈ. સ. ૧૮૩૩ માં ઈંગ્લાંડ ગયા અને ત્યાં જ સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર રામપ્રસાદે લગન વ્યવસ્થા નવી ઠરાવી અને દેવેન્દ્રનાથ ટાગોર સમાજનું કામ સંભાળી લીધું. ઈ. સ. ૧૮૫૮ માં કેશવચંદ્ર એન આ મતમાં દાખલ થયો અને તે ૧૮૬૨ માં સમાજને આચાર્ય નીમાયા. એ બાળલનને કટ્ટો શત્રુ, પુનર્લરને હિમાયતિ, પુનર્જન્મ અને જાતિ ભેદને મિથ્યા માનનાર અને મૂર્તિપુજનો સખત વિરોધી હતો. તેની વ્યાખ્યાન શક્તિ ઘણી ઉત્તમ હતી. સને ૧૮૬૬ માં તેમણે જુદી જુદી જાતનાં ગ્રી પુરૂષોનાં લગ્ન કરાવ્યાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy