SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિદમાં સર્વ વિઘા બીજ રૂપે રહેલી છે એ વાત આધુનિક કાળમાં વિશા મેળવી કુલાતા પશ્ચિમાત્ય સંસ્કારવાળા મહાશય માનશે નહિ અને સવાલ કરશે કે “ આવા સુંદર તાર, રેલ્વે, વરાળયં વિગેરે વિઘા શું તેમાં છે?” બેશક છેજ. પણ તે બીજરૂપે લેવાથી તમને માલુમ પડતી નથી. જે પાશ્ચાત્ય પ્રજની પેઠે બુદ્ધિનો યથાયોગ્ય ઉપયોગ કરી શોધકવૃત્તિથી સપ્રયોગ પ્રયાસ કરશે તો તાર, રેલવે અને વરાળયં તો શું ? પણ. પશ્ચિમના મોટા મોટા વિદ્વાને જેને માટે પરિશ્રમ કરી રહ્યા છતાં તેઓ નિપુણતા મેળવી શક્યા નથી એવી મહાન વિઘાઓ તેમાંથી મળી શકે તેમ છે. રાવણ રાજાના સમયમાં તેની પાસે ૨ પુપ વિમાન હતું, તેનાથી તે ધાર્યા પ્રમાણે ટુંક સમયમાં મુસાફરી કરી શકતો હતો. પાંડવ પકીના અર્જુન અને કૃષ્ણ અશ્વતરી ( અગ્નિ નકા) માં બેસી પાતાળમાં ગયા હતા. આર્યો આકારામાં ઉડતા અને યુદ્ધો પણુ કરતા હતા. પક્ષીની માફક તેઓ પવનમાં ઉતા હતા. મહાભારતના સમયમાં અને એક સભામૂવન રચેલું હતું તેમાં જળને ઠેકાણું સ્થળ અને સ્થળને ઠેકાણે જળ દેખાય તેવી કારીગરી કરવા ઉપરાંત સુક્ષ્મદર્શક યંત્ર, દુરદર્શક યંત્ર, ઘડીઆળે, યાંત્રીક ગાના પક્ષીઓ વિગેરેની ગોઠવણ કરી હતી. રામચંદ્રજીના શિલ્પી નળ અને અને નીલે ચંગાની મદદથી સમુદ્ર ઉપર મહાન સેતુ ( પુલ) કાંદા હતા. આ ઈતિહાસ ફકત કર્મ, જ્ઞાન અને ભક્તિરૂપી બ્રહ્મવિઘા દરેક ધર્મ, પંથ અને સંપ્રદાયમાં કેવી રીતે રહેલી છે તથા અનેક મતમતાંતર રૂપિ પંથ જાળ ક્યા ક્યા કારણથી કયા ક્યા સમયે કયા સંજોગોમાં ઉદભવેલ છે તે માટેજ લખવામાં આવ્યો છે, તેથી અન્ય બાબતો સાથે તેનો કોઈ સંબંધ નથી માટે ફક્ત બ્રહ્મવિલાની દષ્ટિથીજ લખાણ કરવામાં આવનાર છે; છતાં પણ વેદમાં જુદી જુદી વિથાને લગતું બીજ રૂપે સાહિત્ય છે કે કેમ તેની ઘેાડી નોંધ આ જગ્યાએ આપવી અયોગ્ય ગણાશે નહિ, એમ સમજીને થોડાંક દષ્ટાંતો નીચે આપીએ છીએ. પર વિશ્વ એટ (રૂદ અષ્ટક ૧ નં. ૧ સુ. ૨૩) “સર્વ રોગ પરિહારક પાણી છે.” गर्मो यो अपां गमाँ बनानां गर्मपरयां गर्मम स्थाताम ૧ જુએ મહાભારન સભાપર્વમાં રાજસૂય યજ્ઞના વિષયમાં ૨. જુએ રામાયણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy