SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કાળે કરી લેપ ન થાય તે સારૂ છષિ મુનિઓ તેને કંઠાગ્યે રાખતા અને શિષ્યોને શીખવતા, પાછળથી લેખનકળા ચાલુ થતાં પુસ્તકરૂપ પણ લખી રાખ્યા છે. સૃષ્ટિ પદાર્થની યેગ્ય યોજના જ્ઞાન સિવાય થઈ શકે નહિ માટે વેદરૂપિ જ્ઞાન ઈશ્વરે શરૂઆતમાં જ દર્શાવેલું છે, અને આ અનંત જ્ઞાન ઈશ્વરનું છે માટે અનંતા જેવા એવી કૃતિ છે. વેદજ્ઞાન લક્ષણથી એક જ છે. પરંતુ વિવિધ વિઘા ઉપર ત્રા, ચ , બ્રામ અને અથર્વ એવા ચાર ભાગ છે. “ મહતiાંતિ” એટલે ઋગ્વદમાં ભ્રષ્ટ પદાર્થને ગ્ય સંસ્કાર તથા ઉપયોગ કે કરવો તેનું કથન કરી સકલ પદાર્થ ગુણદર્શક ઇશ્વરસ્તુતિ કરી છે. “કૃમિતિ ” યજુર્વેદમાં સંસારમાં જરૂરી એવા વ્યવહારી પદાર્થને ઉપગ સિદ્ધ કરી ભૂતદયા અને વિઘા વિજ્ઞાનાદિ વિધિપૂર્વક નિયમિત્ત ક્રિયા લેક તરફથી થઈ તેમાં સુખ મળે એવું વૃત્તાંત છે. “રામમિતિ ” સામવેદમાં ખરું જ્ઞાન તથા આનંદવૃત્તિ પ્રાપ્ત થાય તેવું વૃત્તાંત છે. અને અથર્વ વેદમાં કૃતકર્મને વિચાર કરી સંશયની નિવૃત્તિ થાય તેવું વૃત્તાંત છે. પ્રત્યેક વેદના સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષ૬, અને પરિશિષ્ટ એવા ૨ ભાગ માનેલા છે. તેમાં સંહિતા એજ શ્રુતિભાગ પ્રાચિન છે. બ્રાહ્મણાદિક ગ્રંથ અર્વાચીન હાઈ કેવળ સંહિતા ઉપર અવલંબી રહેલા છે માટેજ બ્રાહ્મણાદિ ગ્રંથની ભાષા મૂળ સંહિતાની ભાષાથી બહુજ ભિન્ન અને અર્વાચીન છે. તેમાં પ્રાચિન સંહિતાના અર્થ સ્પષ્ટ ખુલ્લા કર્યા છે, મતલબકે બ્રાહ્મણાદિ ગ્રંથ કેવળ પ્રાચિન સંહિતાની અર્વાચીન ટીકા અને અર્થ છે. ૧. ચારે વેદમાં ઋદ સહુથી પ્રાચિન છે, અને તેના ઉપરથી જ વ્યાસમુનિએ તેના ચાર ભાગ કર્યા (ભાગવત જુઓ) છે. કચ્છેદ ગદ્યરૂપે છે, યજુર્વેદ પદબંધ છે અને તે મૂત્રાને આધારે રચાયેલો છે. સામવેદ વેદના નવમા મંડળને આધારે ગાનમચ રચાયેલો છે. અને અથર્વવેદ વેદના દશમા મંડલનું વિવરણ હોય તેવો છે. બીજા ત્રણે વેદોમાં વેદનો આધાર છે તેથી . ત્રસ્વેદ પ્રાચિન જ છે. ૨. સંહિતામાં મંત્ર ભાગ એટલે દબદ્ધ ત્રાચા, સુક્ત અને સ્તોત્ર છે. બ્રાહ્મણમાં યજ્ઞાદિ કર્મવિધિ છે. આરણ્યક અને ઉપનિષદમાં ભક્તિયોગ અને મુક્તિ માર્ગ વિગેરે ઈશ્વરી જ્ઞાન ઉપર વિચાર છે. ૩. જે સંહિતા છે તે જ મૂળ વેદ. બ્રાહ્મણદિ અન્ય ગ્રંથોને વેદ સંન્ના કોઈ લગાડે છે, પણ તે ગ્રંથ સંહિતા ઉપર અવલંબી રહેલા છે અને તેના અર્થનું ફક્ત સ્પષ્ટિકરણ કરવાના ઉપગના છે. માટે તે છે વેદ એટલે અતિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy