________________
૧૩૪
ધર્મના નામે ચાલતા આવા જુલમ સમયે પણ ગ્રીક ભાષાના પ્રાચીન ગ્રંથો ઠામ ઠામ વિરાયા, પદાર્થ વિજ્ઞાન શાસ્ત્રની શોધે ધમધાકાર વધવા લાગી હતી અને સમુદ્રયાનદ્વારા વિદેશીય પ્રસંગોના બળે સ્વતંત્ર વિચારને બુદ્ધિમાન પ્રકૃતિના લોકો પેદા થવા લાગ્યા હતા તેથી લ્યુથર મત દિવસે દિવસે વૃદ્ધિગંત થવા લાગ્યા અને પરિસામે પોપની સત્તા ૧૭ મા સૈકામાં નરમ પડી ત્રણ પંથ થયા. (૧)
ટેસ્ટંટ-પપને નહિ માનનારા, આ પંથ માનનારની સંખ્યા દશ કરોડ જેટલી છે. (૨) રોમન કેથોલિક–પોપને માનનારા–આ પંથ માનનારની સંખ્યા સવાપંદર કરોડ જેટલી છે. અને (૩) ગ્રીક આ પંથ માનનારની સંખ્યા પંચોતેર લાખ જેટલી છે. આ પંથમાં પણ લગભગ ૨૫૦ જેટલા પેટા પંથે છે.
ઈ. સ. ના ૧૫ મા સૈકામાં આ ધર્મ માનનારાઓનું આ દેશમાં આવાગમન થયું હતું, આ દેશમાં આ ધર્મ માનનારની સંખ્યા ૩૯ લાખ જેટલી છે. આ ધર્મના ઉપદેશકાએ દુર દુર પ્રયાસ કરી દુનિઆમાં જંગલી ગણાતી તમામ કેમેને ઉપદેશ આપીને ખ્રિસ્તિ ધર્મમાં લાવી સુધારવા માંડ્યા છે અને બાઈબલનાં દરેક ભાષામાં ભાષાંતર કરાવી છુટથી ફક્ત નામની જ કિસ્મત લેઈ ફેલાવવા પ્રયત્ન કર્યો છે. આ દેશમાં મુક્તિકાજ અને આઇરીશ પ્રેસબીટેશન નામની સંસ્થાએ ન આવ્યાથી તેમનાં પૂતળાં કરી બાળી મૂકવાની, અને ૨૯૧૪૫૦ ને સખત મજુરીની શીક્ષા કરી હતી ! ! આ ઉપરથી બીજી પણ એવી કેએ કેટલાને સજાઓ કરી હશે ?! હાલમાં આવી કેટ કેઈ પણ જગ્યાએ હસ્તિમાં નથી, તોપણ જે મુલકમાં રિમન કેથોલિક ધર્મ ની સત્તા વિશેષ છે, ત્યાં ધર્મની બા બતમાં પીડા કરવાને અભિપ્રાય અદ્યાપિ પણ ચાલુ છે. Love the neightour as the brother એ બાઈબલને ભ્રાતૃભાવ રાખવાને ઉપદેશ આપનાર પિપોની આવી નિતિ કૃતિ સખેદાશ્ચર્ય ઉપજાવે છે. મુસલમાનોએ પણ પોતાની રાજસત્તાના સમયમાં એક હાથમાં કુરાન અને બીજામાં તરવાર રાખી અન્ય ધર્માનુયાયીઓને તે બેમાંથી એકની નીચે માથું નમાવવાની ફરજ પાડયાનું, તેમનાં પુસ્તકો બાળી નાંખ્યાનું, અને તેમના ઉપર વિશેષ કરી નાંખ્યાનું ઇતિહાસમાંથી માલુમ પડે છે પરંતુ માત્મવત્ સર્વે મતવુ માનનાર આર્ય પ્રજાએ ધર્મના કારણે કેઈ પણ સમયે કોઇના ઉપર જુલમ વાપરવાની ઇચ્છા સરખીય પણ કરી નથી. આર્ય તે આર્ય-શ્રેષ્ટજ છે, તેમના સદૂગણેની બરાબરી કેણ કરી શકે તેમ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com