________________
૧૧૨
છે. પુર્નજન્મ નથી, પરંતુ કયામતને દિવસે ખુદા પાપ પુણ્યનો ન્યાય કરશે ત્યારે ઈસ્લામ ધર્મવાળાઓને સ્વર્ગ અને કાફરોને નર્ક મળશે! સત્ય બોલવું, નિશાવાળા પદાર્થોથી દુર રહેવું, અને ચારી, ખુન, વ્ય ભિચાર તથા અન્યાય કરવો નહિ. વ્યાજ ન લેવું, રોજ પાંચ વખત નિમાજ પઢવી, દાન કરવું, અને રજા રાખવા, વિગેરે ” આ ધર્મના મૂખ્ય સિદ્ધાંતો ઠરાવી ધર્મ પ્રચારનું કામ જોર શોરથી કરવા માંડયું. હજરત મહમદ પેગમ્બરના પછી તેમની ગાદીએ બેસનાર ખલીફાઓએ પણ ધર્મ પ્રચારનું કામ જારી રાખ્યું.
આ ધર્મમાં પણ મતભેદ થતાં શિયા અને સુની એવા બે ભેદ પડી ગયા છે, અને તેમાં પણ મતભેદ થતાં પેટા પંથે પણ થયા છે. આ ધર્મવાળા મૂર્તિપુંજાના સખ્ત વિરોધી છે; પણ કેટલાએક તાબુત અનાવી તેને નિવેદ ધરે છે, કબરે કે દરગાહને પુષ્પ, ગંધ, દીપ, વિગેરેથી પુજા કરી શ્રીફળ ચઢાવે છે; મક્કામાં આવેલા ઝમઝમના કુવાનું પાણી પવિત્ર ગણું લઈ આવે છે અને તેનું આચમન કરે છે; કાબાતલલાના મંદિર તરફજ નજર રાખી નિમાજ પઢે છે અને એજ
»[૧] દાઉદી વહેર–અબ્દલા મુલ્લાએ ઇ. સ. ૧૦૭૦ માં ચમન શહેરથી ખંભાત આવી લોકોને સમજાવી આ મત સ્થાયે હતે. ઘણું ખરા બ્રાહ્મણોજ આ પંથમાં દાખલ થયેલા છે; કહે છે કે જે બ્રાહ્મણે આ પંથમાં દાખલ થયા હતા તેમની જનેઈએનું વજન ૮ મણ ૯ રતલ થયું હતું ! આ લોકો ઉપર વડા મુલ્લાંજીની સત્તા છે, તે મૂળ પંથ સ્થાપનારના વંશના છે, અને તેમની ગાદી હાલ સુરતમાં છે. સિદ્ધરાજના બે પ્રધાન આ મતમાં દાખલ થયેલા હતા તેમાંના એકની કબર ઉમરેઠ અને બીજાની ગલીયાટમાં છે, તેને આ લોકો પવિત્ર માને છે, તથા તેની પુષ્પ, ગંધાદિથી પુજા કરી શ્રીફળ ચઢાવે છે. મક્કા, મદીના અને કરબલે હજ કરવા જાય છે અને ઝમઝમના કુવાનું પાણું પવિત્ર માની મક્કાથી લઈ આવે છે. તાબુતને માનતા નથી, કુરાનને માને છે અને મુસલમાન સિવાય બીજાનું અડેલું પાણી સરખુંય પીતા નથી! દુર વ્યસનથી દુર રહે છે-બીડી સરખી પણ પીતા નથી. પુનર્લગ્ન કરે છે અને સંસારી ઝગડાઓને ન્યાય વડા મુલ્લાંજી આપે તે માન્ય રાખે છે. ગમે તે જાતની સ્ત્રી તેમનો મત કબુલ કરે તે તેની સાથે લગ્ન કરી શકે છે. આમાં પણ નાગપુરી નામને પેટા પંથ છે.
ઈમલી પંથ-આ પંથમાં તુગા જતના લેક છે અને મરાદાબાદ જીલ્લામાં રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com