SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મેરી તથા ઈશુની મૂર્તિપુજાજ તેમના ધર્મને સાર હતા. ઈરાનીઓએ પણ યાદીઓ અને ખ્રિસ્તિઓ ઉપર જુલમ ગુજારવાથી તેઓ પણ નાશીને અરબસ્તાનમાં ભરાયા હતા. આથી અરબસ્તાનમાં ઘણી જાતના લોકોને જમાવ થયો હતો અને ધર્મ સંબંધી ઘણું ગડબડ થઈ હતી, સ્વાર્થ વધી ગયો હતો, દુબળો ને સબળે સંતાપતા અને સ્ત્રી પુરૂષો નગ્ન રહી ગમે તેમ કર્મ આચરતા. આવી સ્થિતિ જોઈ હજરતને કંટાળો આવ્યો અને નવિન ધર્મ સ્થાપન કરવા નિશ્ચય કરી ઈ. સ. ૬૧૬ માં પિતાની સ્ત્રીને કહ્યું કે “ખુદાને ફીરસ્તો ઝેબ્રીઅલ મને ફરમાવી ગયો છે કે મૂર્તિપુજા ખાટી છે માટે તે લોકોને ખરા ધર્મનો બોધ કર” વિગેરે સમજાવી પ્રથમ પોતાની સ્ત્રીને, પછી પુત્ર પુત્રીઓને, ગુલામ જિયાદને, પોતાના કાકા અબુલતિબના પુત્ર અલિને અને પિતાની જાતના મુખી અબુબકરને અનુક્રમે સમજાવી પોતાના ધર્મમાં લીધા. બીજા પણ લોકોને ઉપદેશ આપી સમજાવી શિષ્ય કર્યા હતા. જેમાં મૂખ્ય ૧૩ શિખે તો તેમના નિત્યના સેવતી અને મદદગાર થઈ રહ્યા હતા. એ સર્વે લડવૈયા હોવાથી હજરત મહમદની સત્તાને ટેકે મળે. આટલી વખત છુપી રીતે કામ કર્યું હતું, હવે સંખ્યા વધવાથી તે જાહેરમાં બહાર પડયે અને લોકોને પોતાનું પેગમ્બરપણું સમજાવી મૂર્તિપુજાની નિંદા કરવા માંડી. આથી લોકોએ ગુસ્સે થઈ તેમને મારવા પ્રયત્ન કર્યો, પરંતુ અબુલતિએ આવી બચાવી લીધા. આવી આફત આવવા છતાં પણ નિડરપણે સાથીઓને સાથે લઈ કાબા મંદિરમાં જઈ મૂર્તિઓની નિંદા કરવા માંડી, તેથી મૂર્તિપુજકેએ તેમને ઘેરી હુમલો કર્યો. આ વખતે તેઓ ગુંગળાઈ ગયા હતા, પરંતુ અબુબકરે મદદ કરી બચાવી લીધા, તો પણ તેમના શરીરને નુકશાની થઈ હતી. તેમને ઉપદેશ આપતા અટકાવવા આરબો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કોઈનું નહિ માનતાં ઉપદેશ આપવાનું જારી રાખ્યું અને થોડે થોડે તેમના મતમાં ઉમેરો પણ થવા લાગ્યા. કોરેશે તેમને ધમ માનનારા ઉપર જુલમ કરતા હતા, તેથી ૮૨ પુરૂષ અને ૧૮ યીઓને એબીસીનીયામાં મેકલી દીધા. ઉમર નામને મોટો આબરૂદાર અને બહાદુર માણસ આ ધર્મમાં દાખલ થતાં કોરેશોએ વધારે ગુસ્સે થઈ તેમને મત માનનારાઓ સાથેનો સઘળે વ્યવહાર બંધ કર્યો. આ વરસે અબુલતિબ અને ખતીજા પણ જીન્નતનશીન થયાં. મક્કાવાળાઓએ પિતાને પ્રાણ લેવાનું નક્કી કર્યું છે એ વાતની ખબર પડતાંજ પેગમ્બર ઈ. સ. ૬૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy