SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] શ્રી અમલ-દેશના-સ ગ્રહ. - - — -- - -- - - - - - -- - - -- જયણ વગર થતી કાતીલ હિંસા. તિર્યચના ભેદોમાં જલચરાદિ ભેદ તથા તેમાં ય સંમૂર્છાિમ અને ગર્ભ જ એવા બે પ્રકારે જણાવી ગયા. મનુષ્ય ગર્ભજ કે સંમૂર્ણિમ જે હેય, તે પણ પાંચ ઈંદ્રિયવાળા જ હેય. જયણાની કેટલી જરૂર છે તે વિચાર! જાણુ વગર કેવી હિંસા લાગે છે તેની કલ્પના કરે! કેઈએ પીશાબ કર્યો હોય તેના ઉપર પિશાબ કરે છે, પરંતુ પેશાબ, ઝાડ, થુંક, બળખા, લેમ્બ, પિત્ત, કફ વગેરે માર્ગમાં જેમ તેમ, જ્યાં ત્યાં નાંખે, તેમાં બે ઘડીમાં અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્ય ઉપજે છે, તેનું ભાન છે ? આમાં જયણા ન સચવાવાનું કયું કારણ છે? પીસાબ થુંકલેશ્માદિ સૂકી જમીનમાં નાખી, તેના ઉપર ધૂળ ન નાખી શકે? પેશાબ, થંડીલ ઉપરા ઉપરી ન કરે તે એમાં કયું કષ્ટ છે? કહે કે માત્ર ઉપગની જ ખામી છે. જયણ ન પાળવાની બેદરકારીથી અસંખ્યાતા સંમૂચ્છિમ મનુષ્યની ઉત્પત્તિ અને ઘાત આપણા લીધે જ થાય છે. માખી વગેરે મરે તેની આયણ લઈએ, અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્યને કચ્ચરઘાણ નીકળે, તેની ફીકર નહિ એમને? એઠી ભજનની થાળી, પીધેલા પાણીને એઠા પ્યાલા જે કેરા ન કર્યા હોય, ઊલટી, પેશાબ, થુંક વગેરે વગેરેમાં અસંખ્યાત સંમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ છે, માટે એવી વિરાધનાથી ડરવાનું છે. શું તેમાં છત્પત્તિ નથી માનતા? તમારી બેદરકારીથી પ્રથમ તે એ જ પ્રશ્ન થાય ને! જો છત્પત્તિ માને છે, તે જયણ માટે દરકાર કેમ નહિ? બીજી તરફ તમારી કાળજી ઓછી નથી. દરદથી પીડાતાં છતાં કંદમૂળ, મધ વગેરે નથી ખાતા, પણ લીલકુલની ફિકર છે? ચીકણી જગ્યાએ ચૂને લગાડ્યો? લીલફૂલની વિરાધના તે કહો કે ઉપગની ખામીને લીધે જ છે. આપણું પેશાબ વગેરેમાં અન્તતમુહૂત્ત માં ૪૮ મીનીટની અંદર પંચેન્દ્રિય સંમૂર્ણિમ મનુષ્ય પેદા થાય છે. કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. માતાપિતાના સંયોગ વગર ઉત્પન્ન થનારા જો સંમૂર્છાિમ છે. આ જીવે, ઓલાદની પરંપરા વિનાના છે. તેઓ આપઆપ શરીર બાંધી શકે છે. સંમૂર્ણિમ જીને ગર્ભસ્થાનની જરૂર નથી. આવા સંમૂર્ણિમને અંગે વિચારીશું તે ધ્યાનમાં આવશે, કે કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. એક ઘેડાને ચાંદુ પડયું. ઊંટવૈધે સલાહ આપી કે દેડકાં ઉત્પન્ન થાય તેવી જગ્યાની માટી ત્યાં લગાડવી. ત્યારે સારા વૈદ્ય કહ્યું, ‘રૂઝ આવશે રૂઝ આવશે એમ ધારીને જે એ માટી લગાડયા કરીશ, તે એ ઘડે મરવાનેજ. કેમકે એ માટી એવી છે, કે માટી જ્યાં ચેપડવામાં આવશે, ત્યાં વરસાદ આવશે ત્યારે પાણી પડવાથી કેહવાટ થશે, અને એ ભાગમાં દેડકા ઉત્પન્ન થશે. તાત્પર્ય એ કે જેમ પંચેન્દ્રિય તિર્યંચે સંમૂષ્ઠિમ હોય છે, તેમ પંચેન્દ્રિય મનુષ્ય પણ સંમૂર્ણિમ હોય છે. મનુષ્યના અશુચિ પાર્થે પિશાબ, ઝાડો, થુંક, લેમ્બ, બળ, વીર્ય રૂધિર ને પરૂ આદિમાં તે ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy