SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩] - - - - - - - - - - - - દેશના-૮. ખરે કે નહિ? “યત્ન” તથા “પ્રયત્ન” શબ્દો દેખીતા એક સરખા જણાય છે, પણ બારિકદષ્ટિથી વિચારતાં તેમાં ફરક સમજાશે. બાહ્ય સાધનથી થાય તે યત્નઃ અને જીવના ઉપગપૂર્વક કરાતે યત્ન તે પ્રયત્ન. જીવને સ્વતંત્ર પ્રયત્ન તે જીવને વ્યાપાર. જીવ કર્મવાળો હોવાથી ચૌદ રાજલોકમાં વ્યાપકપણે પ્રગથી પિતાને વ્યાપાર કરે છે. એકેન્દ્રિયના શરીર ખેરાક, રૂપે લેવાય છે ને ! ઘઉં, બાજરી વગેરેના પુદ્ગલેને મનુષ્ય પિતાના શરીરમાં શરીર પણ પરિણમાવ્યાને! ભાષા, મન તથા શ્વાસોશ્વાસ દ્વારા જે જે પુદગલે પરિણમાવાય છે તે બધાને પ્રવેગ પરિણામ કહેવાય. એ પુદ્ગલેને રૂપ રસાદિ જાણવાની તાકાત રૂપે, ચક્ષુ જિલ્લાદિ પણે પરિણુમાવ્યા. જીભ દ્વારા રસ જણાય પણ એને બદલે આંગળીથી રસ જણાય?, નહિ જ. એક જ પ્રકરાના પગલે જીવે જૂદા જૂદા રૂપે પરિણમાવ્યા છે. બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિં. શ્રીમલ્લિનાથજીએ પ્રયોગથી જ પિલા રાજાઓને પ્રતિ બેધ્યા હતા. મલ્લિકુંવરી માટે છ રાજાના છે તે માંગુ કરવાને આવ્યા છે. એના દૂતને કાઢી મૂકાયા, અને છએ રાજા મલ્ફિકંવરીના પિતા ઉપર ચઢી આવ્યા. છ છ રાજાઓને એકલા શ્રી કુંભ મહારાજા શી રીતે પહોંચી શકે? શ્રીમલ્લિનાથ હતા તે સ્ત્રી વેદેને! તેમણે પિતાને કહ્યું: “ગભરાશો નહિ, રસ્તે નીકળશે.” પિતે એક પૂતળી પિતાના આકારની, પિતાના દેખાવની ઊભી કરી હતી. તે પિલી હતી. પિતાના ખોરાકમાંથી રોજ એક કેળીએ પિતે તેમાં નાંખતી હતી. મહિનાઓથી આ પ્રયોગ ચાલુ હતું. જયારથી પેલા છ દૂતને પાછા કાઢયા હતા, ત્યારથી જ આ પૂતળીને પ્રયોગ ચાલુ થયે હતે. છ રાજા ચઢીને આવ્યા, ત્યારે તેમને મલિનાથ પાસે નિમંત્રવામાં આવ્યા. છએ રાજાઓને તે ઓરડામાં લઈ જવામાં આવ્યા, દ્વાર બંધ કરવામાં આવ્યા અને પૂતલીનું મુખ (દ્વાર) ઊઘાડવામાં આવ્યું. રાજાઓએ તે નાકે ડૂચા દીધા. મહિલનાથે કહ્યું - “હે રાજન! એક કળીઓ ખાનારી આ પૂતળીથી નાકે દૂ ધરે છે, તે રોજના અનેક કેળીઆ ખાનારી પૂતળી માટે શું જોઈને લઢવા આવ્યા છે ? રૂપથી મુઝાઈને બાહર જોયું, પણ ભીતર જોયું કે નહિ ?” વાત પણ ખરી ! શરીર શી ચીજ છે ?, મ્યુનીસીપાલીટીની મેલાની ટીનની ગાડી, કે જેની ઉપરનું પતરું ચકચકાટ મારે, ૫ણ ઢાંકણું ખૂલી જાય ત્યારે શુ?, દુર્ગધ. આ શરીર પણ તેવું જ છે. શ્રીમલ્લિનાથે રોજાઓને જણાવ્યું -“આ પૂતળી જ એવી છે એમ નહિ, પણ આ શરીરનું પૂતળું પણ કેવળ ગંદકીમય છે. વાગવાથી કે ગુમડું થવાથી રસી લેહી, માંસ નીકળે છે તે કયાંથી આવ્યું?, આ શરીરમાં એ જ ભર્યું છે, અને જે લેહી રસી વગેરેને જોઈને ચકરી આવે છે, માથું ભમે છે, છતાં તેનાથી ભરેલા દેહના બહારના દેખાવ ઉપર વ્યાસેહ પામી અત્રે આવ્યા છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy