SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૧. [૭] --- — - --- દૂર કરવા સમર્થ નથી, અને સારું લેવા પણ સમર્થ નથી. તેમ એ વાત એટલી જ ચોકકસ છે કે ખરાબને ખરાબ તરીકે, સારાને સારા તરીકે દેખાડનાર ચક્ષુ જ છે. ઈષ્ટ-પ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ ઈષ્ટનિષ્ટ જાણ્યા વિના થાય શી રીતે ? “ ના તો ' પ્રથમ જ્ઞાન અને પછી દયા. “પહેલું જ્ઞાન અને પછી અહિંસા' આ પદને અર્થ અતિ વિચારણીય છે. આનો અર્થ કરવામાં ઉતાવળીયાએ થાપ ખાય છે. માત્ર એક પદ બેલાય, સંબધક-પદ કે અર્થને પડતું મૂકાય ત્યાં પરિણામ વિપરીત ન આવે તે શું થાય?, અહિંસા તથા સાયમને તે જ સારી રીતિએ સાચવી શકાય, સાધી શકાય, કે જે તત્સ બધી પૂરતું જ્ઞાન-સમ્યકજ્ઞાન હોય, માટે જ્ઞાનને પ્રથમ ગણવામાં આવ્યું છે, અર્થાત્ જ્ઞાનનું મુખ્ય પણું અહિંસા સંયમ વગેરે માટે છે. આજે કર્યો અર્થ (કહેકે અનર્થ) કરવામાં આવે છે? અહિંસા, સંયમ તે સમજ્યા, થાય તે એ ઠીક, ન થાય, તે યે ઠીક પણ જ્ઞાન જોઈએ, કેળવણું જોઈએ જે શાન સયમ તથા સંવર તથા અહિંસાના સાધન તરીકે જ્ઞાનીઓએ મુખ્ય જણાવ્યું તેને, તે જ સંયમ અહિંસા વગેરેને દબાવનાર તરીકે માનવામાં આવ્યું કે બીજું કાંઈ? સાથે સબંધક પદ તે છે જ, એને અર્થ સર્કલિત જ છે કે-એવી રીતેએ સર્વવિરતિધર જ્ઞાન મેળવીને પ્રવૃત્તિ કરી હ્યા છે. હિતમાં પ્રવૃત્તિ, અહિતથી નિવૃત્તિ માટે જ જ્ઞાનની મુખ્યતા છે; અયથા જ્ઞાનનું પ્રયોજન શું?, ચક્ષુને રત્નની ઉપમા એટલા જ માટે અપાઈ છે કે જેનાથી હિતમાં પ્રવૃત્તિ, અતિથી નિવૃત્તિનું ભાન થાય છે, અને જ્ઞાનનું મહત્વ એ જ હેતુથી છે. કેઈ મનુષ્ય કાંટામાં પડે તે તેને આંધળે છું? એમ કટાક્ષથી કહેવામાં આવે છે, શાથી? જોવાનું-દષ્ટિનું ફલ અનિષ્ટથી ખસવું એ છે. ઈષ્ટ વસ્તુ પડી ગઈ, ધારોકે સેના મહેર ગઈ, તે આંખેથી જોઈ પણ છતાં ન લીધી તે તે જોવામાં ધૂળ પડી ને!, ઈષ્ટની પ્રવૃત્તિમાં કારણ તરીકે જ્ઞાનની ઉપયોગિતા છે. જ્ઞાનની જરૂર ખરી પણું શા માટે? દુનિયામાં બે વર્ગ છે એક વર્ગ ડગલે ને પગલે પાપ બાંધનાર છે, એક વર્ગ પાપથી અલિપ્ત રહેનાર છે. પ્રાણીના બચાવની બુદ્ધિ વિનાની જેની પ્રવૃત્તિ છે તે બધા પાપ બાંધે છે. ચાલતાં, બેસતાં, ઉઠતાં, ઊભા રહેતાં, ખાતાં પીતાં, સૂતાં જે યતના સાચવે છે તેને પાપ બંધાતા નથી. “લૂગડાં હમેશાં મેલાં થાય છે અને પાણીથી ધોવાય છે. લૂગડાં મેલા થવાના ભયે કેઈ નાગા ફરતું નથી.” એમ કોઈ કહે ત્યાં એ સમજણ ઊલટી છે. લૂગડાં મેલાં થાય અને મેલાં કરાય એમાં ફરક છે. પાપ બંધાય, યતના પૂર્વક પ્રવૃત્તિ છતાં પાપ બધાય તે તૂટે, પણ યાના (જયણા) વગરની પ્રવૃત્તિથી થતી પ્રાણ ભૂતોની હિંસાથી બંધાતું પાપ, તેના કટુક ફળને ભેગવટો આપ્યા વિના ખસતું નથી. સીધી વાતને પણ દુનિયામાં કેટલાક આડી રીતિએ લેનારા છે. સ્ત્રીને કેઈએ કહ્યું-“તારૂ મુખ તે ચંદ્રમા સદશ છે.” કેવું પ્રિય કહ્યું, છતાં એ સ્ત્રી વઢકણી જ હોય તે તરત તાડુકેઃ “શું મારામાં કલંક છે તે કલંકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy