SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ — ——— -- - -- -- [૩૦] ધર્મરન પ્રકરણ જડમાં ધર્મ છે. પણ ફેગટી આના નશીબમાં તે હાથ ઘસવાના છે. વજસ્વામીની માતાએ રાજદરબારમાં ફરીયાદ કરી. છેવટે પુત્રે તે દીક્ષા લીધી. માતાએ વિચાર કર્યો કે પતિએ દીક્ષા લીધી અને પુત્ર પણ લીધી. હવે મારે કેના માટે સંસારમાં રહેવું? એમ કરી માતા જે કલેશ કરનાર હતી, તેણે પણ દીક્ષાજ લીધી. ફેગટીયા દિક્ષામાં વિરોધ કરનારાને માત્ર દીક્ષાનો દ્વેષ છે. તેના કુટુંબની દયા કે લાગણી જ હોય તે કેટલાને મદદ કરી. લગ્ન કરવા જાય ત્યારે ચાર ખારેક માટે ગાળાગાળી બોલનારી વેવાણે જમતી વખતે એક પાટલે બેસી જમશે. એજ સાધુ માંદા થાય ત્યારે કલેશ કરનારા કુટુંબીઓ તરત દેડતા આવશે, માવજત કરશે, પણ પેલા મફતીયા કલશ કરનારા કેઈ તપાસ પણ કરવા આવતા નથી. હવે તમામ સગાંવહાલા સ્વજને બહુમાન કરવા આવે છે. જયદેવની સમૃધ્ધિ દેખી માબાપ સ્વજને નગરના લોકો અંત:કરણથી પ્રિતિ બહુમાન કરવા લાગ્યા. દેખાડવા માટે કે ખુશામત ખાતર નહિ. વરને વરની માએ વખાણે તેમાં શી નવાઈ? તેમ નથી, પણ ખુલે મોઢે આખા નગલેકેએ પ્રશંસા કરી. અને અંતે જીવન પર્યત શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શના સુંદર ભેગે અને ભોગના સાધનનું ભાજન બને. અર્થાત્ પૂર્ણ ભગી બન્યું. આ પ્રમાણે પશુપાળ અને જયદેવનું ચિંતામણું રત્ન વિષયક દષ્ટાંત કહ્યું. પણ દાત કહેવાને શાસ્ત્રકારને અભિપ્રાય કર્યો છે, તેમજ આ દષ્ટાંતથી આપણે શું ઉપનય સમજવાનું છે તે હવે આગળ વિચારીએ. શાલિભદ્રની કથાનું રહસ્ય. ચારે ગતિમાં આ જીવને ધર્મ રત્ન મળવું મહા મુશ્કેલ છે. તેમ છતાં ભાગ્ય યોગે મળી ગયું છે. ટકવું બહુ જ મુશ્કેલ છે, અને તે માટે પશુપાળનું દ્રષ્ટાંત આપ્યું. પશુપાળને રત્ન મળ્યું છતાં ટકયું નહિ. કેટલીક કથામાં માત્ર સાથે લેવાનું હોય. જેવી રીતે શાલીભદ્રજીની કથામાં સાધ્ય દાનનું. સગતિ લેવાવાળાએ રબારી બનવું, ઢોર ચારવા, માતાએ દુધ, ચોખા અને સાકર માંગી લાવી એકઠા કરવા, અને ખીર બનાવવી, છોકરાને ખીર પીરસવી, અને છોકરાઓ દાન દેવું; એ બધું લેવાનું નથી, પરંતુ માત્ર દાન દેવાથી પુન્ય બંધાય છે, તે દાનના પરિણામનું સાધ્ય રાખવાનું છે. તેવી કથાને શાસ્ત્રકાર કથા કહે છે, પરંતુ કથાના રહસ્યને સમજવાની જરૂર છે. મેઘકુમારની કથાનું રહસ્ય પર્યુષણમાં મેઘકુમારની કથા સાંભળે છે. મેષકુમાર મોટા રાજાઓની રૂપવંતી અઢળક રિદ્ધિ લઈને આવતી રાજકુમારીઓને પરણે છે. અને છેડીને દીક્ષા લે છે. એકજ રાત્રિમાં સાધુના આવવા જવાથી સંથારામાં પુષ્કળ ધુળ એકઠી થવાથી સુખશશ્યામાં પિઢનાર મેઘકુમારને ક્ષણવાર પણ નિદ્રા ન આવી. તેથી સવારમાં ભગવાનને પૂછીને ઘેર જવાને નિર્ણય કરે છે. મહાવીર ભગવાન દીક્ષા આપનાર છે. મહાવીર ભગવાન પૂર્વભવ સંભળાવે છે. આગલા ભવમાં હાથીના ભાવમાં ધર્મ ખાતર તે જીદગી ગુમાવી છે. પહેલા ભવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy