SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ તેના દુઃખો [૧૧] ઉપર પગથી દાબે. માથામાં છીણ રાખી ઉપર હડાથી ઠોકે. ઉધે લટકાવી નીચેથી અગ્નિ સળગાવે. બાંધીને એના ઉપર સર્પો, વીંછી, સીંહ કાગડા છેડે, જેથી બીચારાના અંગોપાંગ ઉપર ડંખ દે, કરડીને ખાય. વાંસલા અને રંદાથી શરીરની ચામડી લે છે. તે ઉપર મીઠાના પાણી છાંટે છે. ઉકળતા તેલમાં તળે છે. કુંભમાં ઘાલીને પકાવે છે. કરવતથી કાપે છે. અંગારામાં સુવડાવે છે, બળદ માફક ગાડામાં જોડી ખુબ ભાર ખેંચાવે છે. બરાબર ન ચાલે તે તીણ આરવાળી પણ પીઠમાં સેંકે છે. વળી ખીલાવાળી શયામાં સુવડાવી ઉપરથી ઘાણના માર મારે છે. વાઘ, દીપડા, શીયાળ, કર બીલાડાં, નેળીયા, સાપ, ગીધ, ઘુવડના રૂપિ બનાવી, તેની સામે ઉભે કરી કરતાથી ભક્ષણ કરાવે છે. તપેલી રેતીમાં ચલાવે છે. તલવારની ધાર જેવા પાંદડાવાળા વૃક્ષના વનમાં પ્રવેશ કરાવે છે, નીચેથી પગ અને ઉપરથી પાંદડા પડે તે અંગે તરત કપાઈ જાય. શા માટે પરમાધામીએ આ બીચારા નિરાધાર અશરણુને આવી રીતે સંતાપ કરતા હશે ? બીચારા બીજાને દુઃખ આપી તેમાંજ આનંદ માનનારા હોય. મહેમાહે વિરુદ્ધ રૂપ કરી લડતા નારકીને દેખી રાગ દ્વેષ અને મેહથી પરાભવ પામેલા પાપાનુબંધી પુન્યવાળા આત્માને અતિશય આનંદ ઉખન્ન થાય છે. આવું દેખીને પરમાધામીએ અટ્ટહાસ્ય કરે છે. ખડખડ હસે છે વસ્ત્રો ઉચો નીચા ઉછાળે છે. નાચે કુદે છે. મેટો સિંહનાદ કરે છે. દેવલેકમાં બીજાં અનેક સુખના સાધનો હોવા છતાં, માયા નિયાણ મીથ્યાત્વશલ્ય તીવ્ર કષાયના ઉદયે કરેલા વ્રત નિયમોની આલેચના ન કરી હોય, તેથી આવા હલકા દેવલેકમાં સન્ન થાય છે, જ્યાં પાપાનુંબંધી પુન્ય ભેગવે છે. અગર બાલતપસ્વીપણાથી પણ આવા દેવ થાય છે, જેથી પ્રીતિના કારણભૂત અનેક બીજા દેવલેકના વિષયે, ભેગે હોવા છતાં, બીજાને દુઃખી દેખી આનંદ પામે છે. આવું નિરંતર અતિ તીવ્ર દુઃખ અનુભવતાં મરણની ઈચ્છા કરે, તે પણ મરણ આવતું નથી. ત્યાં કઈને કેઈનું શરણ નથી. તેમજ ત્યાંથી નાસી છુટાતું નથી. ત્યાંના સ્વભાવથી દાઝી ગયેલાં ફાડી નાંખેલાં કપાઈ ભેદાઈ ગયેલાં કે ક્ષત થયેલાં શરીરે તરત રૂઝાઈ જાય છે. જેમ વહેતાં પાણીમાં કોઈ દંડ મારી પાણી જુદું કરે, પણ તરત તે પાછું એક સરખું મળી જાય છે, તેમ અહીં પણ શરીરે તરત પારા માપક આખા થઈ જાય છે. કયા જીવો નરકગતિનું આયુષ્ય બાંધે છે? તે વિચારીએ. મિથ્યાદષ્ટિ, વીતરાગ કેવળી ભગવંતે પ્રરૂપેલા શાસ્ત્રથી ઉલ્ટ શ્રદ્ધાવાળે, પ્રભુ શાશનને દ્વેષી, પ્રભુ માર્ગ અને પ્રવચન સંઘની અપભ્રાજના કરનાર ગોશાળા અને સંગમ સરખા જે કે સંગમ દેવતા હોવાથી નરકાયુ ન બાંધે પણ દુઃખ પરંપરાએ બાંધી શકે. મહારંભી કાળીયા કસાઈ માફક ઘેર હિંસા કરનાર કસાઈ, પારધીએ, મચ્છીમારે, માંસાહારીઓ મોટા કારખાના ચલાવનારા, મેટી લડાઈ લડનારા કણિક સરખા મહોપરિગ્રહી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy