________________
-
-
-
- -
-
-
-
-
-
- -
દેશના-૩૮. -----._
[૧૬] લઈને કેવલજ્ઞાન મેળવે, અને કેવલજ્ઞાન મળ્યું એટલે નક્કી થયું, કે જાણવાનુ કંઈજ બાકી રહેતું નથી, પછીજ તીર્થ કરે ઉપદેશ દે છે, અને તીર્થ સ્થાપે છે.
નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ.
મુલ વાતમાં આવે. દરેક આત્મા સ્વરૂપે સિદ્ધ સમાન છે. જીવ માત્ર સ્વરૂપે સિદ્ધ ભગવન્તના જીવ જેવા છે. જીવ આટલી ઉંચી હદે સૂક્ષ્મ એકેન્દ્રિયપણાથી આવ્યું છે. ઘેરથી બંદર સુધી પગેથી ચાલીને જઈ શકાય, પણ માટી ખાડી કે મેટી નદી ઉતારવામાં પગથી કામ ચાલે નહિ, નાવ જોઈએ જ. અકામ નિર્જરાથી વધીને અમુક ઉંચી હદે અવાય, પછી શ્રીતીર્થ કર દેવનાં વચનનું આલંબન જોઈએ; અને તે વિના આગળ વધી શકાય નહિ. યથા પ્રવૃત્તિકરણ સુધી વચનની જરૂર નથી. યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી અપૂર્વકરણમાં જઈએ, ત્યાં શ્રી તીર્થકર દેવનાં વચનથી વીર્યો લાસ પ્રગટયા વિના છૂટકો નથી. કદીક એવું બને કે વચન વિના વિલાસ થઈ જાય, પણ તે અપવાદ છે; એ માર્ગ નહિ કહેવાય. અન્ય ધર્મીને તમે જૈન
ધર્મનાં તત્ત્વ સમજાવ્યો છે, તેમાં ભલે ઈતર બુદ્ધિમાન તે તને સમજી શકે છે, જ્યારે તમારૂં બાલક કાંઈ તત્ત્વ સમજતું નથી, છતાં જૈનધર્મ પરત્વે તેની અભિરૂચિ કુલાચારે છે જ. બેલનારનું મેં બંધ થઈ ન શકે, કારણકે કઈ એમ પણ પથરે ગબડાવે છે કે, “કુલાચારથી થતું ધર્મ તે દ્રવ્ય ધર્મ છે, પણ એમ બેલવામાં ભૂલ છે. જ્યાં આત્માના કલ્યાણની બુદ્ધિ ઉત્પન્ન થઈ, ત્યાં તેને દ્રવ્ય ધર્મ કહી શકાય નહિ. રે જવામાં કલ્યાણ ન માનતે હેય, અને “નહિ જાઉં તે માતા પિતા લડશે’ એમ ધારીને જાય છે ત્યાં દ્રવ્ય-ધર્મ ખરો, પણ દ્રવ્યધર્મ પણ નિલ તે નથી જ, એ પણ ભાવમાં પરિણમવામાં સંભવિત છે. રોહિણીઆ ચારે તે કાનમાં આંગળી રાખી હતી, કે “ખે મહાવીરનું વચન સંભળાઈ જાય !” છતાં કાંટે કાઢવા જતાં સંભળાઈ ગયું તે પણ તે પામી ગયે! ધર્મ પામી શકે. “મારું કલ્યાણ થાય, પાપથી બચુ આવી ભાવના જ્યાં હોય ત્યાં ભાવ ધર્મ છે. માબાપ સાથે ન હોય, છતાં ય શ્રાવકનાં બચ્ચાં માર્ગમાં જતાં, કેઈને કીડી, મકેડી મારતાં જુએ, તે તેને કમકમાટી છુટે છે રિકવા પ્રયત્ન કરે છે, સામે ન માને તે પિતાને ધ્રુજારી છુટે જ છે ને! એ શાથી? દયા કુલાચાર આવી છે, પણ તે ભાવરૂપે થાય છે ને ! જેનકુલમાં અવતરેલાને નિસર્ગ સમ્યકત્વ કહ્યું છે, એટલે રવાભાવિક સન્યકત્વ કહ્યું છે. જીવાદિક નવ તત્ત્વને ખ્યાલ એને સહજ આવી જાય જયાં પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદી આચાર પ્રચલિત છે, એવા જેનકૂલમાં જન્મેલા બાલકે સંવર તથા મોક્ષ તત્વમાં આદરવાળા સહેજે થાય છે. તેમજ પાપથી આશ્રવથી, બંધથી સહેજે દૂર રહેનારે થાય છે. જે વૈષ્ણવો તમારા પરિચયમાં હેય, તેઓ તે તમારા તને એ છે વત્તે અંશે પણ જાણે છે. પરંતુ જે વેણને બીલકુલ શ્રાવકને પરિચય ન હોય તેઓ ન જ જાણે. આવા ઉપદેશથી સમકિત પામે, તેને અધિગમ સમ્યકત્વ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com